યુક્રેનમાં મૃત્યુ પામેલા નવીન માટે તેની બેંચના વિધાર્થીનો ભાવુક સંદેશ નવીન માટેજે કહ્યું જાણીને સૌ કોઈ ભાવુક થઈ ગયા….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આખા વિશ્વમાં યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે દરેક સેકેન્ડે વિશ્વ પરમાણુ યુદ્ધ ની વધુ ને વધુ નજીક જઈ રહી છે. અને વિશ્વમાં ફરી ગુટ બંધી જોતા ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા પણ જોવા મળી છે. આપણે સૌ જાણીએ છીએ કે જે રીતે રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કરવામાં આવ્યો છે તેના કારણે આખા વિશ્વમાં ડરનો માહોલ છે અને લોકો યુદ્ધ ના ભયાનક દ્રસ્ય જોઈને ડરી રહ્યા છે. એક પછી એક જે તબાહી નો મંજર યુક્રેનમાં જોવા મળી રહ્યો છે તેના કારણે લોકોમાં ચકચાર મચી ગયો છે.

અમેરિકા અને નાટો દેશ ની ઉશ્કેરાટ માં આવીને જે રીતે યુક્રેને રશિયા સાથે યુદ્ધ શરૂ કર્યું પરંતુ હવે જે દર્સ્યો સામે આવ્યા છે તેના કારણે એવું લાગે છેકે દુનિયા માં મોટા મોટા દેશો ફક્ત વાતો કરી રહ્યા છે અને યુદ્ધમાં યુક્રેનને એકલું છોડી દીધું છે. તેવામાં હવે સૌથી ખરાબ હાલત યુક્રેનના નાગરિકો ની થઇ રહી છે. જણાવી દઈએ કે ભારતના ઘણા વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા છે તેવામાં ભારત સરકાર દ્વારા તેમને બહાર કાઢવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાલે જે રીતે એક ભારિતય વિધાર્થી ની મૃત્યુ ની વાત સામે આવી તેના કારણે ભારતમાં રહેતા યુક્રેનના વિધાર્થીઓ ના વાલીઓ ની ચિંતામાં વધારો થયો છે.

જણાવી દઈએ કે કાલે ખારકીવ માં થયેલ ભીષણ ગોળીબારી અને યુદ્ધના કારણે કર્ણાટકના રહેવાસી નવીન નામના યુવકની મૃત્યુ થયું છે. જેને લઈને તેના બેંચના સાથીઓ શું કહે છે ચાલો આપણે તે વિશે જાણીએ. જણાવી દઈએ કે આ દિવસે નવીન અને તેમની બેંચના 16 વિધાર્થીઓ સુરક્ષિત સ્થાન માટે આગળ વધી રહ્યા હતા. તે સમયે તેમની સાથી અને મુઝફર નગર ની રહેવાસી દિવ્યાંશી પણ હતી કે જેની આંખની સામે જ નવીને છેલ્લા શ્વાસ લીધા હતા.

આ આખી ઘટનાને લઈને દિવ્યાંશીએ જણાવ્યું કે મંગળવારે આશરે 10.30 ના સમયે તેઓ બેંચના તમામ 16 લોકો બંકરમાંથી નીકળીને યુક્રેન રેલવે સ્ટેશન જવાના હતા કે જ્યાં ગાડી તેમની રાહ જોતી હતી. તેણે જણાવ્યું કે રસ્તામાં કિવ થઈને લવિવને ટ્રેનમાં જવાનું હતું. આ સમયે નવીન પણ તેમની સાથે હતો અને તે એક એક પાછો વાળ્યો ત્યારે તેના મિત્રએ જણાવ્યું કે તે રસ્તામાં દરેક માટે બ્રેડ અને અન્ય જરૂરી વસ્તુઓ લેવા ગયો છે. અને પછી ફરી જોઈન કરશે.

આ સમયે નવીન અને બેંચના તમામ લોકો બહાર નીકળ્યા હતા અને લોકોને ઈસરો કરી નવીન વસ્તુ લેવા ગયો હતો. આ સમયે દરેક લોકો ડરેલા હતા પરંતુ નવીન પોતાના સ્વભાવની જેમ એકદમ શાંત હતો અને તેના મુખ પર ખોટું ટેન્શન જોવા મળતું ન હતું. જણાવી દઈએ કે આ સમયે યુક્રેનમાં શું ભયાનક પરિસ્થતિ હતી તેની પણ માહિતી દિવ્યાંશીએ આપી તેણે કહ્યું કે ચારે તરફ ગોળીબારી નો અવાજ આવી રહ્યો હતો. અને યુદ્ધના નિશાનો જોવા મળી રહ્યા હતા.

જો કે રશિયન સેનાએ જણાવ્યું હતું કે તેઓ કોઈ નાગરિક પર હુમલો નહિ કરે પરંતુ એવું ન થયું અને અચાનક ક્રોશ ફાયરિગ થતા નવીન મૃત્યુ પામ્યો આ દર્શય દરેક માટે ઘણા જ ડરાવના હતા કારણ હે તેમની આંખ સામે તેમનો મિત્ર મૃત્યુ પામ્યો નવીન ની આવી હાલત જોઈને સૌ કોઈ ડરી ગયા. જો કે દિવ્યાંશીએ જણાવ્યું કે નવીન સ્વભાવે સરળ અને હંમેશા અન્ય માટે કંઈક કરવા તૈયાર રહેતો તે કોઈ દિવસ ચિંતા કર્યા વિના શાંત રીતે પોતાનું કાર્ય કરતો. નવીનના મૃત્યુ ને કારણે બેંચ ના દરેક લોકોમાં દુઃખનો માહોલ છે જણાવી દઈએ કે હાલમાં તેઓ ટ્રેન દ્વારા હંગેરી બોર્ડર પર પહોંચી ગયા છે કે જ્યાંથી તેમને તુરંત સુરક્ષિત લઇ જવામાં આવશે. પરંતુ આ સમયે સૌ કોઈ નવીનને યાદ કરતા આખો છલકાઈ ગઈ

Spread the love

Leave a Reply

Your email address will not be published.