ભારત પર યુદ્ધની અસર ભારતીય વિદ્યાર્થીનો મોત જે બાદ નરેન્દ્ર મોદીએ લીધો એવો નિર્ણય કે જાણીને..

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે યુદ્ધ દરેક દેશ માટે ફક્ત વિનાશ સર્જે છે યુદ્ધ ક્યારે પણ કોઈ વાત નું સમાધાન નથી. આપણે સૌ જાણીએ છિએ કે આજનું આધુનિક વિશ્વ એક બીજા સાથે જોડાયેલું છે તેવામાં દુનિયાના કોઈ પણ વિસ્તાર માં યુદ્ધ થાય તો તેની અસર આખા વિશ્વ પર પડે છે.

આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા વિશ્વની સ્થિતિ શું છે વિશ્વ પરમાણુ યુદ્ધ અને વિશ્વ યુદ્ધના આરે છે તેવામાં આખા વિશ્વ પર વિનાશ નો સંકટ છે અમેરિકા અને નાટો દેશ દ્વારા યુક્રેન ને રશિયા વિરુધ્ધ યુદ્ધ કરવા ઉસકેરવામા આવ્યું અને જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે આ દેશો ભાગી ગયા અને યુદ્ધમાં યુક્રેન ને એકલું પાડી દીધું.

જેના કારણે યુક્રેનનિ સ્થિતિ ઘણી ખરાબ થઇ છે. જણાવી દઈએ કે હાલમાં યુક્રેન માં ખાવા પીવા માટે પણ કઈ વધ્યું નથી અને લોકો પાસે પૈસા પણ રહ્યા નથી એક તરફ લોકો યુક્રેન છોડી ને ભાગી રહ્યા છે તો બીજી તરફ અમુક લોકો યુદ્ધમાં ફસાયેલા છે. જેમાં ઘણા ભારતીય વિધાર્થીઓ નો પણ સમાવેશ થાય છે.

પરંતુ આજે જે સમાચાર સામે આવ્યા છે તેણે ભારતીઓ ની ચિંતા પણ વધારી છે હાલમાં જ યુક્રેન થી દુઃખદ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં ગોળીબારી માં એક ભારતીય છાત્ર મૃત્યુ પામ્યો છે. જો વાત આ દુઃખદ બનાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે આ છાત્ર નું નામ નવીન શેખરપ્પા જ્ઞાનગૌદર છે. કે જેઓ કર્ણાટક ના હાવેરી જીલ્લાના ચાલગેરી ના નિવાસી હતા અને યુક્રેન માં ખાર કિવ્ માં અભ્યાસ કરી રહ્યા હતા.

તેવામાં જ્યારે આ વિધાર્થી ભોજન માટે સમાન લેવા બહાર નીકળ્યો કે તરત હુમલો થતાં તેનું અવસાન થયું. જણાવી દઈએ કે યુક્રેન ને લઈને પી એમ મોદી સતત બેઠકો કરી રહ્યા છે. અને ઓપરેશન ગંગા નામથી ભારતીયો ને યુક્રેન થી પરત પણ લાવી રહ્યા છે. તેવામાં યુક્રેન માં ફસાયેલા 20 હજાર ભારતીયો પૈકી આશરે 4 હજાર ભારતીયો ને પરત લાવવામાં આવ્યા છે.

જ્યારે લગભગ 12 હજાર જેટલા લોકો યુક્રેન છોડી આસપાસ ના દેશમાં આવી ગ્યા છે જેને પણ તુરંત ભારત લાવવામાં આવશે જ્યારે હજુ પણ અમુક લોકો યુદ્ધ ગ્રસ્ત વિસ્તાર માં ફસાયેલા છે. જેને લઈને સરકારે જણાવ્યું છે કે જેટલા પણ ભારતીય કિવ્ માં છે તે કિવ્ તુરંત છોડી ને આસપાસ ના દેશમાં ચાલ્યા જાય કારણકે યુક્રેનને જીતવા માટે રશિયા નાં હથિયારો અને સેનાનો વિશાળ આશરે 40 માઈલ (64-કિમી) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. જો કે ભારત સરકાર ના ચાર મંત્રીઓ પણ યુક્રેન પાસે ના ચાર દેશોમાં હાજર છે કે જેઓ ભારતીયો ને મદદ કરી રહ્યા છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.