Gujarat

લગ્ન બાદ અલ્પા પટેલ વિશે સામે આવી આ વાત પરિવાર સાથે આવું જીવન જીવી રહ્યાછે જાણો તેમના પરિવાર ની સાથેના સંબંધ અંગે…

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં લગ્નનો માહોલ ઘણો જામ્યો હતો. તેવામાં અનેક લોકોએ પોતાના જીવન સાથી સાથે નવા જીવનની શરૂઆત કરી હતી આ લગ્ન સીઝનની ખાસ વાત એ હતી કે લગ્નના આ પાવન સમયે સામાન્ય લોકોથી લઈને અનેક કલાકારો પણ લગ્નના આ પવિત્ર બંધનમાં જોડાયા હતા આપણે અહી આવાજ એક દંપતીના જીવન વિશે વાત કરવાની છે કે જેઓ હાલમાં ઘણા ચર્ચામાં છે.

આપણે સૌ જાણીએ છીએ કે આખા વિશ્વમાં લોકો નું ગુજરાતી સંગીત પ્રત્યે ઘણો પ્રેમ છે લોકોને ગુજરાતી સંગીત ના સુરે નાચવું ઘણું જ પસંદ આવે છે. ગુજરતી સંગીત સંભાળતા લોકો ઝૂમવા લાગે છે. જોકે તેની પાછળ ગુજરાતી કલાકારો નો પણ ઘણો મોટો હાથ છે. ગુજરાતી સંગીતને આખા વિશ્વમાં લોક પ્રિય બનાવવા માટે ગુજરાતી સંગીતકારોએ ઘણી મહેનત કરી છે. આવા કલાકરો ઘણી મોટી લોક ચાહના ધરાવે છે. આપણે અહી એક આવાજ લોક પ્રિય કલાકાર અંગે વાત કરવાની છે.

મિત્રો આપણે અલ્પા પટેલ વિશે વાત કરવાની છે, આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અલ્પા પટેલ પોતાના લગ્નને લઈને ઘણા ચર્ચામાં હતા જણાવી દઈએ કે અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે લગ્ન કર્યા છે. જાણકારી માટે જણાવી દઈએ કે 9 નવેમ્બર ના રોજ અલ્પા બહેને ઉદય ગજેરા સાથે સગાઇ કરી હતી જે બાદ તારીખ 17 ફેબ્રુઆરી ના રોજ પવિત્ર અગ્નિ ની સાક્ષિએ અલ્પા પટેલે ઉદય ગજેરા સાથે સાત ફેર લીધા હતા. આપણે સૌ જાણીએ છીએ કે અલ્પા બેનના લગ્ન સગાઇ અને પ્રી વેડિંગ સુટની તસ્વીરો લોકોમાં ઘણી વાયરલ થઇ હતી અને લોકોને ઘણી પસંદ પણ આવી હતી.

જો કે લગ્ન બાદ અલ્પા પટેલ ઉદય ગજેરા સાથે અમદાવાદના નિકોલમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શને ગયા હતા જેની તસ્વીરો પણ ઘણી વાયરલ થઇ હતી. જો કે આપણે અહી અલ્પા પટેલ અને તેમના પરિવાર વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે અલ્પા પટેલે ઘણી નાની ઉમરમાં પિતાનો સાથ ગુમાવ્યો હતો. જો વાત તેમના સંગીત અંગે કરીએ તો તેમને સંગીત નો વર્ષો પોતાના નાના તરફથી મળ્યો છે.

જણાવી દઈએ કે અલ્પા પટેલે પોતાના સંગીત કરિયર ની શરૂઆત માત્ર 10 વર્ષથી કરી હતી. શરૂઆત માં તેમની ઘરની પરિસ્થિતિ સારી નહતી તેના કારણે પિતાના અવસાન પછી તેમણે પોતાનો અભ્યાસ તેમના મામા ના ઘરે જ કર્યો અને 12 માં ધોરણ સુધી આભ્યાસ કર્યા બાદ પીટીસી નો અભ્યાસ પૂર્ણ કર્યો આ સાથે તેમણે સંગીત ક્ષેત્રમા પણ આગળ વધતા રહ્યા. તેમના પિતાની મૃત્યુ બાદ તેમનો ભાઈ અને માતા મજુરી કરી ઘર નું ગુજરાન ચલાવતા.

જે બાદ અલ્પા પટેલે ઘરમાં મદદ કરવા માટે અનેક પ્રોગ્રામમાં ગાવાનું શરુ કર્યું. જણાવી દઈએ કે શરૂઆત માં તેઓ ફક્ત 50 રૂપિયા જ ફી લેતા હતા અને હવે સમય બદલાયો છે હાલમાં તેઓ 1 થી 1.25 લાખ રૂપિયા જેટલી ફી લે છે. જો કે હાલમાં તેઓ પતિ ઉદય ગજેરા સાથે ઘણું સુખી જીવન વિતાવી રહ્યા છે. પરંતુ જીવનના આ તબક્કા સુધી પહોચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *