India

ભાવુક બનાવ! તંત્રની બેદરકારી બાળકને ભારે પડી! બાળક પડી ગયું મેન હોલમાં પછીજે થયું જુઓ વિડિઓ વ્યક્તિએ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશમાં અલગ અલગ કાર્ય માટે સરકાર માં ઘણા વિભાગો છે જેમને તેમના કામ ને લઈને સતા અને જવાબદારી સોંપવામાં આવી હોઈ છે. આ તંત્ર નો મુખ્ય ઉદેશ લોકોની પરેશાની દૂર કરી એક આદર્શ સમાજ વ્યસ્થા સર્જ્વાનો હોઈ છે. જોકે ઘણા સરકારી તંત્ર પોતાના કાર્ય યોગ્ય રીતે કરતા નથી જેના કારણે અનેક પ્રકારની સમસ્યા વ્યક્તિઓ ને સહન કરવી પડે છે.

આપણે સૌ જાણીએ છિએ કે તંત્ર દ્વારા અવાર નવાર ગટર અને મેન હોલ ના ઢાકણા ખુલ્લા મૂકી દેવામાં આવે છે જેના કારણે ઘણી વખત મોટા મોટા અકસ્માત પણ સર્જાય છે આવા અકસ્માત માં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત તો થાય જ છે સાથો સાથ ઘણી વખત વ્યક્તિ ના જીવ પર પણ આવી બને છે.

હાલમાં આવોજ એક ઘણો કરુણ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં તંત્ર ની બેદરકારી એક બાળક ને ભારે પડી છે. જણાવી દઈએ કે આ ઘટના NIT-5, ફરીદાબાદ ની છે. અહીં એક ખુલ્લો મેઈન હોલ પાસે તાજેતરમાં જ એક અકસ્માત થયો, જે ખૂબ જ કરુણ હતો કે જ્યાં એક બાળક મેનહોલની આસપાસ રમી રહ્યો હતો અને અચાનક તે મેન હોલ ની અંદર પડી ગયો.

જોકે બાળક ના નસીબ કે આ સમયે મેન હોલ પાસેથી એક બાઇક સવાર વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો તે બાળક માટે દેવદૂત બનીને આવ્યો જ્યારે આ બાઇક સવાર વ્યક્તિએ મેનહોલ નજીકથી પસાર થયો ત્યારે તેણે મેનહોલમાંથી આવતો અવાજ સાંભળ્યો અને તરત જ બાઇક રોકીને માસૂમને બચાવી લીધો.

જણાવી દઈએ કે બાઇક સવારના આ તુરંત એક્શન ના કારણે માસૂમનો બાળક નો જીવ તો બચી ગયો પરંતુ તેને મેનહોલમાં પડી જવાથી ઈજા થઈ હતી, બાળક આ અકસ્માતથી લાંબા સમય સુધી આઘાતમાં રહ્યો. લોકો બાઇક સવારની સમજણ અને ઝડપી કાર્યવાહીના વખાણ કરી રહ્યા છે અને માસૂમનો જીવ બચાવવા બદલ તેમનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *