ધ ગ્રેટ ખલી ની રસપ્રદ વાતો. 20-નંબર ના ચપ્પલ પહેરે તો ભોજન માં 55-ઈંડા, 10-લીટર દૂધ ઉપરાંત જે લે તે, જાણો વિગતે.
પૂર્વ રેસલર અને પહેલવાન ધ ગ્રેટ ખલી ને આજે દરેક ભારતીય ઓળખે છે. ગ્રેટ ખલી એ ભારતનો ડંકો wwe માં વગાડ્યો છે. ધ ગ્રેટ ખલી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ છે. આજે અમે તમને ખલીના અંગત જીવન વિશે અને તેની પત્ની વિશે થોડી ઘણી વાતો જણાવીશું. ધ ગ્રેટ ખલીયે wwe માં અંડરટેકર, જોન સીના, કેન વગેરે જેવા રેસલરોને ધૂળ ચટાવી હતી.
ખલીનું સાચું નામ દલીપસિંહ રાણા છે અને તે હિમાચલ પ્રદેશના શિરમોર જિલ્લાનો રહેવાસી છે. ખલી ભારતનો પહેલો વ્યક્તિ છે કે જેને wwe માં વર્લ્ડ હેવી વેટ નું ટાઈટલ પોતાના નામે કર્યું હતું. ખલી ની પત્ની નું નામ હરમિંદર કૌર છે જે જાલંધર ના નૂર મહલ ની રહેવાસી છે. બંનેના લગ્ન વર્ષ 2002માં થયા હતા. તેની પત્ની હરમિંદર કૌર કે જેને દિલ્હી વિશ્વ વિદ્યાલયથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. બંનેમાં ખૂબ જ અંતર હોવા છતાં પણ સારું એવું બોન્ડિંગ જોવા મળે છે.
લગ્ન કર્યા બાદ ખલીએ રેસલિંગની દુનિયામાં પગ મુક્યો અને ત્યારથી તે છવાઈ ગયેલો છે. બંનેના લગ્ન 2002માં થયા બાદ વર્ષ 2014માં ખલી અને તેની પત્ની માતા પિતા બની ગયા તેની પુત્રીનું નામ છે અવલીના રાણા તેની પત્ની હરમિંદર કૌર ના જણાવ્યા અનુસાર તેની પુત્રી પણ તેના પિતાની જેમ રેસલર બનવા માંગે છે. ખલી તેના પરિવાર સાથે ની તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરતા રહે છે.
તેની પત્નીના જણાવ્યા અનુસાર ખલી ખૂબ જ રોમેન્ટિક મિજાજ વાળા વ્યક્તિ છે તે તેની પત્નીને અવારનવાર સરપ્રાઈઝ આપતા રહે છે અને સમય મળતાની સાથે જ તેની પત્ની સાથે પાર્ટીમાં જવાનો પ્લાન પણ બનાવી નાખે છે તેની પત્ની જણાવે છે કે તે ભીડભાળ વાળી જગ્યાથી દૂર રહે છે કારણ કે આવી જગ્યા ઉપર જતા લોકો તેની સાથે તસવીરો ખેંચવા લાગે છે અને ખલી તેના પરિવારને કોઈ તકલીફ ના પડે માટે તે આવી જગ્યાએથી દૂર રહેતો જોવા મળે છે.
ખલીના ભોજનની વાત કરવામાં આવે તો તે દરરોજ પાંચ કિલો ચિકન ખાય છે. ઉપરાંત 55 ઈંડા 10 લીટર દૂધ આ બધું તેના ડાયટમાં સામેલ છે અને ઉપરાંત 60 થી 70 ભટુરા પણ ખલીને જોવે છે. ખલીના શરીરની વાત કરવામાં આવે તો તેની હાઈટ 7 ફૂટ 1 ઇંચ છે અને તેનું વજન લગભગ 150 થી 160 ની વચ્ચે છે. તે પોતાના પગમાં 20 નંબરના શૂઝ પહેરે છે. આમ ધ ગ્રેટ ખલી ની અવનવી વાતો જાણીને લોકોને આનંદ થતો હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!