આમ અનોખી રીતે અમદાવાદ પોલીસ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી વિડીયો અને તસ્વીર જોઈને…

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ દુનિયા જો કોઈ સૌથી તાકાતવર વ્યક્તિ છે તો તે મહિલા છે. મહિલા એક માં, બહેન, પત્ની, પુત્રી અનેક રૂપમાં પોતાની અગવિ ઓળખ ધરાવે છે. હાલના સમય માં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષો કરતા આગળ જોવા મળે છે. મહિલાઓ ઘર અને પરિવાર સાથે પોતાના કર્યો ને પણ સાંભળે છે. ખરેખર મહિલા એ શક્તિ નો ખજાનો છે.

આપણે સૌ જાણીએ છિએ કે સમાજ માં અનેક રૂપમાં મહિલાઓ કામ કરે છે અને દેશ તથા સમાજ ને આગળ વધારવા માટે સહકાર આપે છે. નવા જીવનની શરૂઆત કરવાથી લઈને સમાજ ને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવો તમામ તાકાતો મહિલા પાસે હોઈ છે. તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે આજે 8 માર્ચ છે. એટલે કે વિશ્વ મહિલા દિવસ.

આમ તો સમાજ માં મહિલાનુ જે સ્થાન છે તેને કોઈ લઇ શકતું નથી. અને તેમના કામ ને કોઈ સન્માનિત કરી શકતું નથી. પરંતુ આજે જે રીતે અમદાવાદ પોલીસ દ્વારા વિશ્વ મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી છે તેની દરેક લોકો વખાણ કરી રહ્યા છે. તો ચાલો આપણે આ બાબત અંગે જાણકારી મેળવીએ.

 

View this post on Instagram

 

A post shared by Ahmedabad Police (@ahmedabadpolice)

આજ ના દિવસે અમદાવાદ SHE ટીમ દ્વારા અનોખી રીતે આજના દિવસ ની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ટીમ દ્વારા શહેર ના અમુક સિનિયર મહિલાઓ ને મળવા માં આવ્યા અને તેમને કેક ક્પાવિને મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં કેક પર ” વિશ્વ મહિલા દિવસ ” લખ્યું હતું. જેને લઈને પોલીસ ટીમ દ્વારા સોશ્યલ મીડિયા પર ઘણા વિડીયો અને ફોટાઓ શેર કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Ahmedabad Police (@ahmedabadpolice)

જણાવી દઈએ કે IPS અજય ચૌધરીએ સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરીને એક સુંદર સંદેશ લખ્યો અને તેમાં જણાવ્યું કે, “ શક્તિના સ્ત્રોત અને સમાજના આધારસ્તંભ સમી અદમ્ય નારી શક્તિને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ” IPS અજય ચૌધરી દ્વારા શેર કરેલ પોસ્ટ માં મહિલાઓના સમાજમાં વિવિધ રૂપોની ઝાંખી થતી પણ જોવા મળી રહી છે.

જો વાત SHE ટીમ અંગે કરીએ તો જણાવી દઈએ કે અમદાવાદ સહેરના દરેક પોલીસ સ્ટેસન માં બે SHE ટીમ જોવા મળે છે જેમાં ટીમમાં 7 લોકો હોઈ છે જે પૈકી ૫ મહિલા જયારે ૨ પુરુષ અધિકારીઓ હોઈ છે કે જેઓ મહિલાને લગતા ખોટા કામો કે મહિલા સાથે થતી પ્રતાડના અટકાવવા માટે કાર્ય કરે છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.