નારી શક્તિના સાચા દર્શન! જયારે ડ્રાઈવરને બચાવવા પહેલી વખત મહિલાએ બસ ચલાવી અને ડ્રાઈવર સહિત ૨૪ લોકોના જીવ બચાવ્યા તેને આમ ખાસ રીતે ટ્રીબ્યુટ આપવામાં આવ્યું.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલનો આ સમય મહિલા નો સમય છે હાલના આ સમયમાં મહિલાઓ પુરુષો કરતા પણ આગળ નીકળી ગઈ છે અને અનેક ક્ષેત્રોમાં પોતાનું નામ બનાવ્યું છે આજે ધરતીથી લઈને આકાશ સુધી મહિલાઓ દરેક ક્ષેત્રમાં ઘણી આગળ વધી ગઈ છે અને પરિવાર સાથે પોતાનું કામ પણ સારી રીતે સંભાળીને પોતાની આગવી ઓળખ બનાવી રહી છે. કહેવાય છે કે મહિલાઓ જગતની સર્જનહાર છે તેઓ નવા જીવનને સંસારમાં લાવે છે.

તેવામાં મહિલાઓ માં એક ખાસ પ્રકરની તાકાત હોઈ છે કે તે કોઈને સંકટ માં જોઈ શક્તિ નથી અને તેની મદદ માટે તરત દોડી જાય છે હાલમાં થોડા સમય પહેલા જ આવો એક બનાવ સામે આવ્યો હતો કે જ્યાં એક સાહસિક મહિલાએ ૨૪ લોકોના જીવ બચાવવા માટે પહેલી વખત બસ ચલાવી હતી. જો વાત આ ઘટના અંગે કરીતો તે આ પ્રમાણે છે.

જણાવી દઈએ કે આ બનાવ  શિરુર તાલુકાના મોરાચી ચિંચોલીમાં છે. કે જ્યાં પુણેના વાઘોલીની 23 મહિલાઓનું ગ્રુપ ફરવા માટે ગયું હતું. આ સમયે બસનો ડ્રાઈવર અચાનક જ બેભાન થઇ ગયો જેના કારણે બસ અનિયંત્રિત થઈ ગઈ અને ખાઈ તરફ જવા લાગી આ સમયે બસ માં સવાર મહિલાઓ અને બાળકો ડરી ગયા અને બુમો પાડવા લાગ્યા તેમજ રડવાનું શરૂ કર્યું. તેવામાં એક મહિલા કે જેઓ પણ બસમા સવાર હતા તેમણે આ બેહોશ ડ્રાઈવર ને દૂર કરી પોતે બસ ચલાવવા લાગ્યા.

તેમણે બસ પર નિયંત્રણ મેળવ્યુ અને બસ ને ખાઈ માં જતી બચાવી અને બસ ને 10 કિલોમીટર સુધી ચલાવીને બસમાં સવાર 24 લોકો ના જીવ બચાવયા સાથો સાથ એ ડ્રાઈવર ને તુરંત હોસ્પિટલ માં દાખલ કર્યો અને તેનો જીવ બચાવ્યો. આ બહાદુર મહિલાનું નામ યોગિતા ધર્મેન્દ્ર સાતવ છે તેમણે પહેલા ક્યારે પણ બસ ચલાવી ણ હતી પરંતુ લોકોનો જીવ બચાવવા માટે પ્રથમા વખત બસ ચલાવી અલબત તેમણે ગાડી ચલાવતા જરૂર આવડે છે.

આ ઘટને લઈને વિશ્વ મહિલા દિવસે કોટક યોગિતા બહેનને તેમના ઉતમ કાર્ય માટે ખાસ ટ્રીબ્યુટ આપવા કોટક જનરલ ઇન્સ્યોરન્સ દ્વારા એક વિસેસ એડ બનાવવા આવી જે આ બનાવ પર આધારિત છે. અને તેને પોતાના ઇન્સ્તાગ્રામ એકાઉન્ટપર શેર કરી જે લોકોને ઘણી પસંદ આવી રહી છે. એડ માં બતાવવા માં આવે છે કે કઈ રીતે બહાદુર મહિલાએ આવા સમયે ડર્યા વિના બસ સવાર લોકો અને ડ્રાઈવર નો જીવ બચાવ્યો.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.