જાણો IPL ની નવી ટીમ લખનઉ ના માલિક વિશે જેમણે 7090 કરોડમાં ખરીદ્યું……

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશમાં ક્રિકેટ ને કેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે ભારતમાં સૌ કોઈ ક્રિકેટ જોવે છે અને પસંદ કરે છે. વળી સૌ કોઈ ની રમતમાં પહેલી પસંદગી પણ ક્રિકેટ જ છે. લોકો ક્રિકેટને જુએ છે અને રમવાનું પણ પસંદ કરે છે. એવામાં લોકો દ્વારા ભારતીય ક્રિકેટ ટીમ ને ઘણું જ મહત્વ પણ આપવામાં આવે છે.

તેમા પણ જો વાત કરીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ વિશે તો લોકોમાં આઈપીએલે ખાસ્સો ક્રેઝ છે. લોકો પોતાની ટીમને સમર્થન આપવા માટે ઘણા જ તત્પર હોય છે જોકે હવે આઇપીએલના ચાહકો માટે એક નવી ખુશખબરી આવી રહી છે મળતી માહિતી અનુસાર હવે તે આઈપીએલમાં 8 નહીં પરંતુ 10 ટીમ જોવા મળશે તો ચાલો આ અંગે વિસ્તારથી માહિતી મેળવીએ. સોમવારે દુબઈમાં વિશ્વની સૌથી મોટી T 20 પ્રીમિયર લીગ એટલે કે IPL માટે બે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે હવે IPL માં 8 નહીં પરંતુ 10 ટીમો રમતા જોવા મળશે. સોમવારે, બીસીસીઆઈએ દુબઈમાં બે નવી ટીમોના નામની જાહેરાત કરી હતી, જેમાં લખનૌ અને અમદાવાદની બે નવી ટીમો નો સમાવેસ કરવામાં આવ્યો હતો. જો વાત આ બંને ટીમોના માલિક અંગે કરીએ તો લખનૌની ટીમને RPSG ગ્રુપના ચેરમેન સંજીવ ગોએન્કાએ સૌથી વધુ બોલી લગાવીને જ્યારે અમદાવાદ ની ટીમને CVC કેપિટલ્સ દ્વારા ખરીદી લેવામાં આવી હતી.

જો વાત લખનૌની ટીમના માલિક અને RPSG ગ્રુપના ચેરમેન સંજીવ ગોએન્કા વિશે કરીએ તો તમને જણાવી દઈએ કે સંજીવ ગોયન્કા દેશના ખૂબ મોટા બિઝનેસ મેન છે. તેઓ RPSG ગ્રુપના ચેરમેન છે. તેઓ ની કંપની મીડિયા અને મનોરંજન ઉપરાંત શિક્ષણ અને આઈટી સાથે સારેગામા ઈન્ડિયા અને ફિલિપ્સ કાર્બન બ્લેક સહિત કુલ 6 ક્ષેત્રોમાં કામ કરી રહી છે. તેમના કાર્ય ક્ષેત્ર માં પાવર અને નેચરલ રિસોર્સિસનો પણ સમાવેશ થાય છે. તેમની કંપની માં લગભગ 50000 કર્મચારીઓ કામ કરે છે.

સંજીવ ગોએન્કાની સંપત્તિની વાત કરીએ તો તેમની પાસે કુલ 4.3 બિલિયન યુએસ ડોલરની સંપત્તિ છે.ઊતમને જણાવી દઈએ કે આ પહેલા સંજીવ ગોયન્કા વર્ષ 2016- 17માં રાઈઝિંગ પુણે સુપરજાયન્ટ્સ ટીમ ના પણ માલિક રહી ચૂક્યા છે. હવે સંજીવ ગોએન્કાએ લખનૌ ની પોતાની ટીમ ખરીદી છે. પરંતુ આ ટીમનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. પણ થોડા જ સમય માં RPSG ગ્રુપ નવી ટીમના નામની પણ જાહેરાત કરશે. તમને જણાવી દઈએ કે આ ટીમ માટે સંજીવની કંપની સિવાય પણ ઘણા લોકોએ બોલી લગાવી હતી.

જેમાં અદાણી ગ્રુપ નો પણ સમાવેસ થાઈ છે. જો વાત સંજીવ ગોયન્કા વિશે કરીએ તો તેઓ વડાપ્રધાનની વેપાર અને ઉદ્યોગ પરિષદના સભ્ય પણ રહી ચૂક્યા છે સાથે જ તેઓ IIT ખડગપુરના બોર્ડ ઓફ ગવર્નર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2001 માં સંજીવ ગોએન્કાને ભારતીય ઉદ્યોગ સંઘના પ્રમુખ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *