IPL 2022 પહેલા ખેલાડીઓ માં મોટો ઉલટફેર હવે આ ધુરંધર ખેલાડીઓ રમસે નવી ટિમ માંથી જાણો નવી ટીમના….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રમત આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ઘણી જરૂરી છે. જયારે પણ રમત રમવા છે જોવા અંગે વાત આવે કે તરત જ આપણા સૌના મનમાં એક જ રમતનું નામ સૌથી પહેલા આવે કે જે ક્રિકેટ છે. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ક્રિકેટ ને દેશ અને દુનિયામાં ઘણું પસંદ કરવામાં આવે છે. હવે ક્રિકેટ એક રમત કરતા વિશેસ એક ભાવના બની ગઈ છે. જે દરેક વ્યક્તિની અંદર છે. માટે જ લોકોને ક્રિકેટ રમવી અને જોવી ઘણી પસંદ આવે છે.
લોકોના ક્રિકેટ અંગેના આવા રસ ને જોઈને વિવિધ ક્રિકેટ બોર્ડ દ્વારા હાલમાં ઘણા અલગ અલગ ફોર્મેટ માં ક્રિકેટ નું આયોજન કરવામાં આવે છે. જે પૈકી હાલમાં ક્રિકેટ નું સૌથી લોકપ્રિય ફોર્મેટ IPL છે. મિત્રો જણાવી દઈએ કે IPL ની લોક ચાહના દેશ વિદેશ માં જોવા મળે છે. લોકો દ્વારા આ રમતને ઘણી પસંદ કરવામાં આવે છે. જણાવી દઈએ કે અત્યાર સુધી આ રમત માં અલગ અલગ આઠ ટિમો રમતી હતી. પરંતુ હવે IPL માં બે નવી ટિમ નો સમાવેશ કરવામાં આવ્યો છે. માટે હવે IPL માં આઠ ને બદલે દસ ટિમો રમતી જોવા મળશે. જણાવી દઈએ કે આ બે નવી ટિમ અમદાવાદ અને લખનૌ ની હશે.
જણાવી દઈએ કે હાલમાં અલગ અલગ ટિમો દ્વારા પોતાના ખેલાડીઓ નક્કી કરવામાં આવી રહ્યાં છે. જો કે IPL અધ્યક્ષ બ્રિજેશ પટેલના જણાવ્યા અનુસાર IPL ની મેગા નીલામી તારીખ 12 અને 13 ના રોજ બંગ્લોર માં થશે.જો કે જણાવી દઈએ કે આ નીલામી પહેલા જ ટિમ અમદાવાદ હાર્દિક પંડ્યા અને રશીદ ખાન સાથો સાથ શુભમન ગિલ ને ટીમમાં લેવા તૈયાર છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ હાર્દિક પંડ્યા જ ટિમ અમદાવાદ ફ્રેન્ચાઈઝ ના કેપટન પણ બની શકે છે.
જણાવી દઈએ કે બીસીસીઆઈ દ્વારા 90 કરોડ રૂપિયા ની પર્શ રકમ આપવામાં આવી છે, ઉપરાંત નવી ટીમોને પોતાના વધુમાં વધુ પાંચ ખેલાડીઓ પાછા મેળવવનો મોકો મળ્યો છે. જો કે મળતી માહિતી અનુસાર હાર્દિક પંડ્યાને અને રશીદ ખાનને 15 -15 કરોડ જયારે શુભમન ને 7 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે આ અગાઉ હાર્દિક મુંબઈ ઇન્ડિયન્સ માં હતા. જો કે તેમને આ ફ્રેન્ચાઈઝ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે હાલમાં મુંબઈ ફ્રેન્ચાઈઝ દ્વારા રોહિત શર્મા અને કિરોન પોલાર્ડ ઉપરાંત જસપ્રીત બુમરાહ અને સુર્યકુમાર યાદવ ને હાલ ફરી લેવામાં આવ્યા છે.
આ ઉપરાંત જો વાત રાશિદ ખાન અંગે કરીએ તો જણાવી દઈએ કે તેઓ પહેલા હૈદરાબાદ ફ્રેન્ચાઝ માં હતા.જ્યાંથી તેઓ અલગ અલગ થયા છે. જો વાત હૈદરાબાદ ફ્રેન્ચાઝ અંગે કરીએ તો જણાવી દઈએ કે હાલમાં તેમણે કેન વિલિયમસન અને ઉમરાન મલિક સાથો સાથ અબ્દુલ સમદ ને ફરી ટીમમાં રિટેન કરવામાં આવ્યા છે. જયારે વાત શુભમન અંગે કરીએ તો તેઓ પહેલા કેકેઆર માં હતા.
જો વાત હાર્દિક પંડ્યાની રમત અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે 27.33 ની રનરેટ થી રમ્યા છે. અને તેમણે 1476 જેટલા રન પણ કર્ય છે. જયારે 42 જેટલી વિકેટ પણ લીધી છે. જણાવી દઈએ કે તેઓ છેલ્લે વર્ષ 2021 માં ટી 20 વિશ્વ કપ કેજે સયુંકત અરબ અમીરાત માં રમાયેલ હતી તેમાં જોવા મળ્યા હતા. જે બાદ તેમણે પોતાની શારીરક ક્ષમતા વધારવા માટે વ્યસ્ત થઇ ગયા હતા.