ગુજરાતના સૌથી નાની ઉંમરના IPS સફીન હશને અંબાજી મંદિરમાં દર્શન કર્યા, જુઓ આ ખાસ તસવીરો આવી સામે
હાલમાં જ ગુજરાતના સૌથી યુવા IPS સફિન હસન અંબાજી દર્શને પહોંચ્યા, આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ખરેખર તમને જાણીને નવાઈ લાગશે કે આઈ.પી.એસ અધિકારી સફીન હસનએ માં અંબાજીના આશીર્વાદ લીધા અને એવી પ્રાર્થના કરીકે તમારું પણ દિલ ખુશ થઇ જશે અને તેમે પણ તેમના વખાણ કરશો.
ગુજરાતના સૌથી યુવા IPS ઓફિસર સફિન હસન આજે શનિવારે શક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ એવા અંબાજી માતાના દર્શને પહોંચ્યા હતા. આંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું વિશ્વવિખ્યાત યાત્રાધામ છે.દેશના 51 શક્તિપીઠોમાં આંબાજી મંદિર આદ્ય શક્તિપીઠ તરીકે જાણીતું છે. મંદિરમાં 358 નાના-મોટા સોનાના કળશ છે, જેના કારણે આ મંદિરને સોનાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.
અનેક નેતાઓ, કલાકારો અને VIP વ્યક્તિઓ અંબાજી મંદિરના દર્શન કરે છે, ત્યારે આજે બનાસકાંઠાના પૌત્ર અને દેશના સૌથી યુવા IPS સફિન હસન અંબાજી મંદિરે પહોંચ્યા હતાતેમનું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે દેશના વિકાસ માટે અંબાજી માતાની આરાધના કરી હતી.
iPS ઓફિસર સફિન હસન માં અંબાજી ના દર્શન કરીને ભારતના વિકાસની પ્રાર્થના કરી હતી. ખરેખર સફીન હાસન સૌ યુવાનો માટે પણ ખુબ જ પ્રેરણા સમાન છે. સૌથી ખાસ વાત એ કે સફીન હસન પોતાની કામગીરીના લીધે પ્રખાયત થયેલ. હાલમાં પણ તેમની લોકપ્રિયતા અતૂટ છે અને યુવાનો માટે તે પ્રેરણામૂર્તિ સમાન છે.