India

શું ગરીબ હોવું એ ગુનો છે? 6-વર્ષ નો છોકરો કાર ને અડકીને ઉભો રહ્યો તો કારચાલકે કર્યો ઢીંકા-પાટુ નો વરસાદ જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક એવા મારપીટ ના વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક લોકો નાના બાળકો ઉપર પણ મારપીટ કરતા હોય છે. એવી જ એક ઘટનાનો વિડીયો હાલ કેરળ રાજ્યના થી સામે આવેલો છે. આ વીડિયોમાં જોવા મળ્યું કે કેરળ કન્નોર માં એક નાનો છ વર્ષનો છોકરો એક કાર ને અડકીને ઉભો હતો તો કાર ચાલક વ્યક્તિને કદાચ આ ગમ્યું નહીં હોય આથી તે કારચાલક કારમાંથી નીચે ઉતરીને આવીને નિર્દય રીતે છોકરાના છાતીના ભાગ ઉપર અને પગના ભાગ ઉપર માર મારતો હતો.

અને માર માર્યા પછી તે ત્યાંથી વાહનમાં બેસીને નાશિ છૂટ્યો હતો. આ ઘટના બાદ શુક્રવાર સવારે પોલીસે આરોપીના કસ્ટડીમાં લીધો હતો. જાણવા મળ્યું કે જે નાનો છોકરો વીડિયોમાં દેખાઈ રહ્યો છે તે રાજસ્થાનના પ્રવાસી મજૂર પરિવારનો એક ગરીબ છોકરો છે જેનો વાંક માત્ર એટલો જ હતો કે તે કારને અડકીને ઉભો હતો.

આ ઘટના બાદ કેરળ રાજ્યના બીજેપી અધ્યક્ષ કે સુંદરને ટ્વિટ કરીને કહ્યું કે પોલીસે એફઆઇઆર નોંધવાની ના પાડી અને ગુનેગારને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ આ ઘટના જોતાની સાથે જ તે લોકો બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બાબતે પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપી હતી. પરંતુ પોલીસે પણ કોઈ ખાસ એવો જવાબ આપ્યો ન હતો.

જેના બાદ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે આ બાબતે તાત્કાલિક પગલાં લઈ આરોપીને કસ્ટડીમાં લીધો હતો. જે બાદ વિધાનસભાના અધ્યક્ષ ધારાસભ્ય એ કહ્યું કે ટૂંક સમયમાં કેસ નોંધવામાં આવશે અને આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ આવી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાની સાથે જ લોકો અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે છ વર્ષના બાળકનો કઈ વાંક પણ ન હોય અને આરોપી દ્વારા તેને ઢોર રીતે માર મારવામાં આવ્યો હતો જેનો સખત રીતે લોકો વિરોધ કરી રહ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *