Gujarat

શું ગુજરાતમાં વરસાદનો ચોથો રાઉન્ડ આવી રહ્યો છે? અંબાલાલ પટેલની આ આગાહી ખાસ રીતે જાણી લેજો…100 કિમિ/કલાકની રફતારે પવન ફૂંકાશે

Spread the love

હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ચારેબાજુ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આખા રાજ્ય માં છેલ્લા 2 દિવસ થી મેહુલિયાએ જાણે વિરામ લીધો એમ લાગી રહ્યું છે કેમકે ગત  અઠવાડિયામાં મેઘરાજા એ જે પધરામણી કરી હતી એના  કારણે ઘણી જગ્યાઓ પર પૂરની સમસ્યા સર્જાઈ ગઈ હતી અને સમગ્ર ગુજરાતમાં પાણી જ પાણી જોવા મલી આવ્યું હતું પરંતુ હાલમાં બે દિવસ થી વરસાદે થોડો આરામ કરવાનો વિચાર કર્યો હોય એમ લાગી રહ્યું છે. આમ તો સમગ્ર ગુજરાતમાં મેહુલિયો પોતાનું આગમન કરીને જળબંબાકાર કરી દીધું છે

ત્યારે ભારે વરસાદના કારણે ઘણા રાજ્યો પાણી પાણી જોવા મળી રહયા છે. આમ  તો ગુજરાતની સાથે સાથે સૌરાસ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર પણ મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે જેના કારણે ગયા દિવસોમાં વરસાદના કારણે જુનાગઢ માં તો પાણી જ પાણી જોવા અમલી આવ્યું હતું જેમાં જુનાગઢ ના રસ્તાઓ પાણી પાણી થઈ ગ્યાં હતા અને જન  જીવન ખોરવાઈ ગયું હતું. સમગ્ર જૂનાગઢા જાણે પાણી માં જ વસ્યું હોય એવા ભયાનક દ્રશ્યો જોવા મલી ગયા હતા જેના કારણે લોકોમાં ભાઇનો માહોલ પણ જોવા મલી આવ્યો હતો .

પરંતુ છેલ્લા 2 દિવસ થી વરસાદનું આગમન થયું નથી આથી એમ લાગુ રહ્યું છે કે જાણે હવે ફરીવાર વરસાદ નો ચોથો રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની પણ એક આગાહી સામે આવી રહી છે.જેમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ વરસાદી માહોલ ને લઈને જણાવ્યું છે કે રાજ્યમાં હજુ ધોધમાર વરસાદ થશે. અંબાલાલ પટેલ એ પોતાની આગાહીમાં જણાવ્યુ કે ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં હજુ વધારે વરસાદ પાડવાની શક્યતાઓ છે.

વરસાદ ની આગાહી કરતાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એ જણાવ્યુ કે આવનારી 26 જુલાઇ ના રોજ ઓરિસ્સા ના દરિયાની અંદર ડીપ ડિપ્રેશન જોવા અંળશે જેના કારણે પચ્ચીમ ના ભાગોમાં 26 થી 28 જુલાઇ દામિયાન વધુ વરસાદ પાડવાની શક્યતાઓ છે તો ત્યાં જ મુંબઈ ની અંદર પણ ભારે થી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યાં જ 27 જુલાઇ થી 5 ઓગસ્ટ સુધી ગુજરાત ના દક્ષિણ અને સૌરાસ્ટ્ર ના વિસ્તારમાં પણ મેહુલિયો મહેર થઈ શકે છે. આની સાથે જ અંબાલાલ પટેલ એ જણાવ્યુ કે ગુજર્તામાં વધારે વરસાદનું આગમન થવાથી નર્મદા અને બીજા અન્ય ડેમોનું પાણી સ્તર ઊંચું આવી શકે છે. તેમજ બંગાળ ના ઉપસાગર અને આરબસાગર માં 100 કિમી પ્રતિ ક્લાક ની જડપે પવન ફૂકાવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *