નીતા અંબાણીથી આ વાતમાં તદ્દન વિરુદ્ધ છે દીકરી ઈશા અંબાણી ! ઈશા અંબાણી પોતાની માતાથી પણ ધરાવે છે અનોખો શોખ…જાણો
મુકેશ અંબાણીને કોણ નથી જાણતું, ફક્ત આપણા દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મુકેશ અંબાણીને સૌ કોઈ જાણીએ જ છીએ. મુકેશભાઈ એક સફળ ઉદ્યોગપતિ હોવાની સાથો સાથે એક મોટા સમાજસેવી પણ છે.એવામાં સોશિયલ મીડિયા પર ઘણી વખત તેમના દીકરી, દીકરા કે તેઓના કોઈ પરિવારજનો સાથે જોડાયેલ અનેક વાતો સામે આવતી હોય છે જેનાથી ઘણા બધા લોકો અજાણ હોય છે. આજ અમે એક એવી જ વાત લઈને આવ્યા છીએ જે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી સાથે જોડાયેલ છે.
અંબાણી પરિવાર વિશે વાત કરવામાં આવે તો મુકેશ અંબાણીને ત્રણ સંતાનો છે જેમાંથી ઈશા અંબાણીએ એકની એક લાડકી દીકરી છે. પિતા મુકેશભાઈ અંબાણી પોતાની દીકરી ઈશાની દરેક જરૂરિયાતો પૂર્ણ કરે છે. ઈશા અંબાણીએ આનંદ પિરામલ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ આકાશ અને શ્લોકાએ એક સંતાનને જન્મ દેતા ઈશા હવે ફઈ પણ બની ગઈ છે. પણ આજે અમે એવી વાત લઈને આવ્યા છીએ જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે.
તમે સાંભળ્યું કે જોયું જ હશે કે મુકેશભાઈ અંબાણીની પત્ની નીતાબેન અંબાણી પોતાના શોખને લઈને અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચિત થતા જ રહે છે. અમુક વખત કોઈ કપડાને લીધે તો અમુક વખત કોઈ વસ્તુને લીધે તેઓ ચર્ચામાં રહેતા હોય છે પરંતુ હાલ એક એવી વાત સામે આવી છે જે માતા-દીકરીને અલગ તારવે છે.ઈશા અંબાણીને પાર્ટી કરવાનો ખુબ વધારે શોખ છે આથી તે વારંવાર પાર્ટી કર્યા કરે છે અને એટલું જ નહીં તેના આ શોખને પૂર્ણ કરવા માટે તેણે પોતાના લગ્નમાં પણ શાનદાર પાર્ટી રાખી હતી.
તમે જોયું જ હશે કે નીતા અંબાણી પોતે એક વખત પહેરેલા કપડાં બીજી વખત પહેરતી નથી જયારે આ વાતમાં ઈશા અંબાણી વિરુદ્ધ છે કારણ કે ઈશા ઘણી વખત એકના એક કપડામાં વારંવાર જોવા મળતી હોય છે. અમુક સમય પેહલા જ ઈશા અંબાણીએ પોતાના પારિવારિક પ્રસંગમાં જોવા મળ હતી જેમાં તેણે કપડાંને રિપીટ કર્યા હતા.જણાવી દઈએ કે આ પ્રસંગમાં ઈશા જે ડ્રેસ પેહરીને આવી હતી તે આની પેહલા પણ એક વખત તેણે પેહરી લીધેલ છે.