દ્રિશ્યમ 2′ ફેમ એવી ઈષ્ટા દત્તાએ કરાવ્યો સોલો ફોટોશૂટ ! એવા એવા પોઝ આપ્યા કે જોઈને તમે પણ પીઘળી જશો…જુઓ આ ખાસ તસવીરો
બૉલીવુડની સુપરહિટ ફિલ્મ એવી ‘દ્રિશ્યમ 2’ તો તમે જોઈ જ હશે. જેમાં અજય દેવગન સહિતના અનેક એવા મોટા કલાકારોએ પોતાનો રોલ અદા કરીને આ ફિલ્મને ખુબ લાજવાબ બનાવી હતી. એવામાં તમને જણાવી દઈએ કે ‘દૃશ્યમ’ ફેમ અભિનેત્રી ઇશિતા દત્તાના ઘરે થોડાક જ દિવસોમાં એક નવા મેહમાનની પધરામણી થવાની છે. અભિનેત્રીનો પતિ વત્સલ શેઠ જે ઘડીનો વર્ષોથી રાહ જોઈ રહયા હતા તે હવે ખતમ થઇ છે કારણ કે થોડાક જ દિવસોમા અભિનેત્રી પોતાના સંતાનને જન્મ આપવાની છે,
અભિનેત્રી ઇશિતાના મોઢા પર પ્રેગ્નેન્સી ગ્લો પણ સાફ સાફ નજરે ચડી રહ્યો છે, તમને જણાવી દઈએ કે ઇશિતા હાલના દિવસોમાં પોતાની પ્રેગ્નેન્સી જર્નીને ખુબ ખુલ્લીને તેનો આનંદ ઉઠાવી રહી છે, બેબીમુંથી લઈને ગોદભરાઈની રસમોંને પણ અભિનેત્રી પોતાની યાદોમાં કેદ કરવા માંગે છે, એવામાં ઇશિતાએ વર્તમાનમાં જ સોલો ફોટોશૂટ કરાવ્યો હતો જેની તસવીરો તથા અનેક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
લવન્ડર રંગના કપડાં પેહ્રીને ઓફ શોલ્ડર, એન્કલ લેન્થ ડ્રેસ પેહ્રીને આ અભિનેત્રીએ પોતાનો બેબી બંમ્પ બતાવ્યો હતો. જોઈ શકાય છે કે અભિનેત્રીએ તેના જ મેચિંગ ઈયરિંગ્સ તથા પોતાના વાળને હલકા હલકા કર્લ પણ કરેલા છે જેના લીધે અભિનેત્રીનું રૂપ વધારે નિખરી રહ્યું છે, ફેરી ટેલ વળી થીમમાં કરાવેલ આ પ્રકારનું ફોટોશૂટમાં અભિનેત્રી ખુબ વધારે ખુશ દેખાય રહી છે. ઇશિતાએ આ તસવીરો શેર કર્તાની સાથે સુંદર એવું કેપશન પણ લખ્યું હતું ‘બસ તારી જ રાહ જોવ છું.’
ફિલ્મથી પ્રખ્યાત બનેલી આ અભિનેત્રીને હાલ દરેક લોકો ઓળખતા થયા છે, એટલું જ નહીં અભિનેત્રીના સોશિયલ મીડિયા પર ચાહકો પણે એટલા બધા છે કે અભિનેત્રી પોતાની કોઈ પણ તસ્વીર કે વિડીયો શેર કરે તેની સાથે જ તે ઘડીકમાં વાયરલ થઇ જતો હોય છે, જો વરકફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી વર્ષ 2022 માં દૃશ્યમ 2માં જોવા મળી હતી.