જામનગર- દેવાયતભાઈ એ ડાયરાની એવી રમઝટ બોલાવી કે લોકો એ કરી દીધો પૈસા નો વરસાદ.

ગુજરાત માં ડાયરાઓનું મહત્વ અનેરું જોવા મળે છે. ગુજરાત માં લોક કલાકારો એવા છે કે ડાયરાઓ માં ચાર ચાંદ લગાવી દેતા હોય છે. ડાયરાઓ માં કલાકારો ને સાંભળવા માટે લોકો વિદેશ થી પણ આવતા હોય છે અને આપણા ડાયરા કલાકારો પણ વિદેશ માં જઈને ડાયરાઓ કરતા હોય છે.

ગુજરાત માં ડાયરાના કલાકાર એવા દેવાયતભાઈ ખાવડ. દેવાયત ભાઈ ખાવડ ગુજરાતી વાસીઓ માં પ્રિય એવા કલાકાર છે. જયારે તેનો ડાયરા નો પ્રોગ્રામ હોય એટલે લાખો ની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. અને લખો રૂપિયા નો વરસાદ થતો હોય છે. ગુજરાત ના કલાકારો નો ડાયરો હોય અને રૂપિયા નો વરસાદ નો થાય તેવું બને જ નહિ. કોઈ વાર તો ટીપ ભરી ભરી ને કલાકારો પર રૂપિયા નો વરસાદ કરવામાં આવતો હોય છે.

હાલમાં જ દેવાયત ભાઈ નો પ્રોગ્રામ હતો અને તેના પર ફરી રૂપિયા નો વરસાદ થવા લાગિયો હતો. જામનગર ના પ્રદર્શન ગ્રાઉન્ડ પર ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શ્રી મદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન દેવાયત ભાઈ ના ડાયરાનું આયોજન થયું હતું. અને ઘણા બધા લોકો એ હાજરી આપી હતી. દેવાયત ભાઈ એ એવી ડાયરાની રમઝટ કરી કે લોકો પૈસા નો વરસાદ કરતા થાકતા જ નોતા.

દેવાયત ભાઈ ના પ્રોગ્રામ માં ઇન્દ્રભારતી બાપુ એ પણ હાજરી આપી હતી. અને બાપુ તથા લોકો મંત્રમુંગ્ધ થઈ ગયા હતા. અને ઇન્દ્રભારતી બાપુ એ પણ દેવાયતભાઈ પર નોટો નો વરસાદ કરી દીધો હતો. દેવાયત ભાઈ ની આજુબાજુ રૂપિયા ની ચાદર થઈ ગઈ હતી.

Spread the love

Leave a Reply

Your email address will not be published.