જાપાન માં બની રહસ્યમય ઘટના અહીં એકા એક પાણી માંથી બહાર આવી આ વસ્તુ જેને કારણે લોકો નવાઈ પામ્યા…..
મિત્ર આપણી દુનિયા તે એક રહસ્ય નો ખજાનો છે દુનિયાની ઉત્પત્તિથી લઈને એ માનવજીવનના અસ્તિત્વ સુધી ઉપરાંત અનેક નાના-મોટા જીવ અને માનવીના આવ્વા સુધી ઉપરાંત આવડી મોટી દુનિયાની ઉત્પત્તિ કે સંચાલક આવી તમામ ઘટનાઓ હાલમા પણ એક પ્રકારની રહસ્યમય બાબત ગણાય છે.
આપણી આસપાસ અનેક એવી ઘટનાઓ બની છે જેનો જવાબ આજના આધુનિક વિજ્ઞાન પાસે પણ હોતો નથી પરંતુ તેવી ઘટનાઓ બને છે એના ઉપર સંશોધન કરવા છતાં પણ તેના અંગે કોઈ ચોક્કસ માહિતી મળતી નથી આવી ઘટનાઓ રહસ્ય તરીકે ઓળખાય છે આવી જ એક રહસ્યમય ઘટના હાલ ફિલહાલ માં જાપાનમાં પણ જોવા મળી હતી ચાલો આ ઘટના અંગે વિસ્તારથી માહિતી મેળવી એ.
મળતી માહિતી અનુસાર જાપાનથી એક ખુબ્જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સમુદ્રના તળિયેથી આપમેળે જહાજો બહાર આવ્યા છે. અહીં આવા જહાજો ને ઘોસ્ટ શિપ તરીકે ઓળખવામાં આવે છે. આ જહાજો અંગે માનાઇ છે કે આ બધા જહાજો બીજા વિશ્વ યુદ્ધમાં ડૂબી ગયા હતા. તમને જણાવી દઈએ કે જાપાનના પ્રશાંત મહાસાગરમાં ફુકુટોકુ ઓકાનોબા જ્વાળામુખી ફાટ્યો.
જેને કારણે એક પછી એક 24 જહાજો ભૂસ્તરશાસ્ત્રીય લાવા સાથે તળિયેથી કિનારે આવી રહ્યા છે. આ ઘટના લો જીમા ટાપુ પર બની હતી. આ ટાપુ ટોક્યોથી 1200 કિમી દૂર આવેલ છે. આ જ્વાળામુખી ના કારણે એક નાનો અર્ધચંદ્રાકાર ટાપુ પણ મળી આવ્યો છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આ ટાપુ જીમા 1945માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુદ્ધ ના એક ભાગ તરીકે સામેલ હતા. આ યુદ્ધમાં અમેરિકીન સેનાએ 36 દિવસ સુધી દુશ્મન દેશોના નૌકાદળને નિશાન બનાવ્યું હતું. આ યુદ્ધ માં 70,000 અમેરિકન મરીન યુદ્ધમાં ભાગ લીધો હતો.
આવી અમેરિકીન સેનાથી બચવા માટે 20,000 જાપાની સૈનિકો જ્વાળામુખીના ખડકો વચ્ચે છુપાઈ ગયા અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો. યુદ્ધના અંત પછી, 20,000 સૈનિકો ઘાયલ થયા જ્યારે 7,000 ખલાસીઓ માર્યા ગયા આ યુદ્ધ ને બીજા વિશ્વયુદ્ધની સૌથી લોહિયાળ લડાઈ માનવામાં આવે છે.