જેઠાલાલે એક ઇન્ટરવ્યૂ માં તેના અને બબીતા જી ના પાત્ર વિષે કર્યો મોટો ખુલાસો. જેઠાલાલે એવું કહ્યું કે…
આખા ભારત ના લોકો ની સૌથી પ્રિય સિરિયલ એવી તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલ દર્શકો નું ખુબ જ મનોરંજન પૂરું કરે છે. આ શો છેલ્લા 14 વર્ષ થી દર્શકો નું મનોરંજન કરતી આવે છે. કલાકારો ની એકટિંગ પણ લોકો ને ખુબ જ પ્રિય છે. જેમાં જેઠાલાલ અને દયા નું પાત્ર લોકો ને ખાસ પ્રિય છે. અને જેઠાલાલ અને બબીતા ની જોડી આવતા જ લોકો નો આનંદ અનેક ગણો વધી જાય છે.
જેઠાલાલ નું પાત્ર ભજવનાર દિલીપ જોશી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જેઠાલાલ અને બબીતા ના પાત્ર વિષે થોડી માહિતી આપી હતી. કે તે કેવી રીતે જેઠાલાલ નો રોલ નિભાવે છે. અને જયારે બબીતા અને જેઠાલાલ બન્ને ને સાથે એક્ટિંગ કરવાની હોય ત્યારે મનમાં શું ચાલતું હોય છે. જેઠાલાલે એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે,
જેઠાલાલે કહ્યું કે, ભગવાન ની દયા થી આ શો છેલ્લા 14 વર્ષ થી લોકો નું મનોરંજન કરે છે. તેણે તેના અને બબીતા વિષે ખાસ વાત કહી હતી. જયારે આ સિરિયલ શરુ થવાની હતી ત્યારે તેને બબીતાજી ના પાત્ર વિષે કહેવામાં આવ્યું હતું. કે સિરિયલ માં તમારે બબીતા જી સાથે આવી રીતે પાત્ર ભજવાનું રહેશે. તે કહે છે કે, બન્ને ના સંબંધો મર્યાદા માં છે. જેઠાલાલ કહે છે કે, બે પુરુષો મિત્રો હોય તેમ એક મહિલા અને પુરુષ પણ મિત્ર હોઈ શકે છે. તે કહે છે કે, સંબંધો માં એક પાતળી લાઈન હોય છે. જો તે ઉપર નીચે થઇ જાય તો વલ્ગર દેખાય આવે છે.
જેઠાલાલ એ વધુ માં તેના પાત્ર વિષે વાત કરતા કહ્યું કે, તે 25 વર્ષ થી થીએટર સાથે જોડાયેલા હતા. તે કહે છે કે, જયારે તે મુંછ ઉતારે છે એટલે તે દિલીપ જોશી બની જાય છે. અને જયારે તે મુંછ લગાવે છે ત્યારે તે જેઠાલાલ બની જાય છે. તેણે સિરિયલ વિષે માહિતી આપતા કહ્યું કે, 40 વર્ષ પહેલા તારકભાઈ મહેતા એ કોલમ લખી હતી. અને તેમાં અસીતભાઈ એ સિરિયલ બનવાનું નક્કી કર્યું. અને તેને એમાં એક્ટિંગ કરવાની તક મળી.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.