જેઠાલાલ (દિલીપ જોશી) ના પહેલા ના ફોટા જુઓ આટલા સુંદર હતા તેઓ કોલેજ સમય માં…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે મનોરંજન જગત એ લોકો પર ઘણી જ ઊંડી છાપ છોડી છે લોકોના જીવનમાં મનોરંજન એક રોજિંદા કાર્ય ની જેમ સમાવિષ્ટ થઇ ગયું છે લોકો રોજ બરોજ અનેક કાર્યક્રમો જોવા પસંદ કરે છે કે જેઓ આપણ ને મનોરંજન પૂરું પાડે મનોરંજનમાં ખાસ કરીને આવા તણાવ વાળા સમયમાં લોકોને કોમેડી સિરિયલ વધુ પસંદ આવે છે.
કોમેડી ની વાતો સાંભળતા જ મગજમાં સૌથી પહેલું નામ તારક મહેતાનું આવે છે એ તો આપણે સુઈ જઈએ છીએ કે આ શો છેલ્લા 14 વર્ષથી લોકોને ઘણું જ મનોરંજન આપી રહ્યું છે અને પેટ પકડીને હસવા મજબૂર કરી રહ્યું છે કોમેડી સાથોસાથ આ કાર્યક્રમ અનેક સમાજ સુધારણા ને લગતા સંદેશ પણ આપે છે મિત્રો આ કાર્યક્રમના દરેક કલાકારો દેશ-વિદેશમાં ઘણી જ મોટી નામના ધરાવે છે.તેમની લોકપ્રિયતા ઘણી જ વધુ છે.
મિત્રો આપણે અહીં કાર્યક્રમના લીડ એક્ટર એટલે જેઠાલાલનું પાત્ર ભજવનાર કલાકાર દિલીપ જોશી વિશે વાત કરવાની છે તો આપણે સૌ જાણીએ છીએ કે જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કાર્યક્રમનું આત્મા સમાન કામ કરે છે દરેક લોકોને તેમની કોમિક ટાઈમિંગ અને તેમનું અને બબીતા જી નું બોન્ડિંગ ઘણું જ પસંદ આવે છે આપણે અહીં તેમના જીવન વિશે અને તેમના કૉલેજના સમયના ફોટા વિશે વાત કરવાની છે.
મિત્રો થોડા સમય પહેલા જ દિલીપ જોશીએ પોતાના કોલેજ સમય ની અમુક તસવીરો ફેન્સ સાથે શેર કરી હતી આ તસવીરો શેર કરતા સમયે તેમણે લખ્યું હતું કે ” આ તસવીરો વર્ષ 1983 ની છે કે જ્યાં અમારા નાટક ‘ખેલૈયા’ની શરૂઆત પહેલા જુહુના પ્રખ્યાત પૃથ્વી થિયેટરના ગ્રીન રૂમની આ તસ્વીર છે. ”
જો કે હાલમાં દિલીપ જોશી સર જે મુકામે છે ત્યાં પહોચવા માટે તેમણે ઘણી મહેનત કરી છે. જણાવી દઈએ કે દિલીપ જોશી સરે ખૂબજ નાની ઉંમર એટલે કે માત્ર 12 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી હતી. તેઓ જ્યારે શાળા માં હતા ત્યારથી જ તેમણે નાટકમાં ભાગ લેવાની શરૂઆત કરી હતી. અને તે બાદ ગુજરાતી નાટકોમાં અભિનય કર્યો. આ ઉપરાંત તેઓ જ્યારે મુંબઈ આવ્યા ત્યારે અહીં પણ તેમણે કોલેજ સમયે નાટકોમાં અભિનય કર્યો.