જેઠા લાલા (દિલીપ જોશી) ની પુત્રી નિયતિ નો રિસેપ્શન અને સંગીત નો વિડીયો વાયરલ જાણો કયા કલાકારો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દરેક ના જીવન માં મનોરંજન કેટલું જરૂરી છે. લોકો પોતાના રોજિંદા કામ માંથી જયારે પરેશાન થઇ જાય છે ત્યારે તેઓ મનોરંજન નો સહારો લે છે. તેમાં પણ લોકો મનોરંજન માં કોમેડીને વધુ પસંદ કરે છે. જયારે પણ કોમેડીનું નામ આવે છે ત્યારે મનમાં સૌથી પહેલું નામ એક જ કાર્યક્રમ નું આવે છે તેનું નામ ” તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ” છે. મિત્રો આપણે સૌ આ કાર્યક્રમ અંગે જાણીએ છીએ. આ શો ઘણા વર્ષો થી લોકોને મનોરંજન પૂરું પડી રહ્યું છે. અને હાલના સમય માં પણ તેના લાખો ચાહકો છે. જણાવી દઈએ કે આ કાર્યક્રમ છેલ્લા લગભગ 13 થી 14 વર્ષ થી લોકોને મનોરંજન પૂરું પડી રહ્યું છે.
આટલા વર્ષો થયા છતાં પણ લોકોમાં આજે પણ આ શોની ઘણી લોક પ્રિયતા છે. આ શોની ગોકુલ ધામ સોસાયટી આખા જગત માં ઘણી ફેમસ છે. આ શો ના દરેક કલાકારો પણ લોકોમાં ઘણા પસંદ પામેલા છે. જેના કારણે લોકોની ઈચ્છા આ કલાકારો અંગે વધુ જાણવાની હોઈ છે. ફેન્સ આ કલાકારો અંગે અને તેમના પરિવાર તથા તેમના અંગત જીવન માં શું ચાલી રહ્યું છે તે દરેક બાબત અંગે જાણવામાં રસ ધરાવે છે.
શો માં જોવા મળતા કલાકાર દિલીપ જોશી કે જે જેઠાલાલ નું પાત્ર ભજવે છે તેમની લોક ચાહના સૌથી વધુ છે. લોકો તેમને કોમેડી કીંગ તરીકે પણ ઓળખે છે. જો વાત તેમની ફેન ફોલોઇગ અંગે કરીએ તો તેમના ફેન્સ દેશ વિદેશ માં ફેલાયેલા છે. તેઓ પોતાની એક્ટિંગ અને કોમેડીના કારણે ઘણા ચર્ચામાં રહે પરંતુ આજ વખતે તેમની ચર્ચા નું કારણ કંઈક અલગ છે.
જણાવી દઈએ કે હાલ દિલીપ જોશી ની પુત્રી નિયતિ જોશી ના લગ્ન છે જેના કારણે તેઓ ચર્ચામા છે જણાવી દઈએ કે તેમના લગ્ન 11 ડિસેમ્બર 2021ના રોજ મુંબઈની તાજ હોટલમાં થયા છે. જો વાત નિયતિ જોશી ના પતિ અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમના લગ્ન લોકપ્રિય ફિલ્મ લેખક અશોક મિશ્રાના પુત્ર યશોવર્ધન મિશ્રા સાથે થયા છે. તેમના લગ્નના આ ખાસ અવસર પર તારક મહેતાશો ના તમામ કલાકારો લગ્નમાં હાજર હતા અને તેમણે એકસાથે ખૂબ જ મસ્તી કરી હતી. આની કેટલીક ઝલક સોશિયલ મીડિયા પર સામે આવી છે.
જો વાત નિયતિ જોશી ના લગ્નમા હાજર મહેમાનો અંગે કરીએ તો તેમના લગ્નમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દિગ્દર્શક માલવ રાજદા અને તેમની પત્ની પ્રિયા આહુજા ઉપરાંત અભિનેત્રી સુનૈના ફોઝદાર અને પલક સિંધવાની સાથે કુશ શાહ, સમય શાહ અને અન્ય ઘણા લોકોએ લગ્નમાં હાજરી આપી હતી. જણાવી દઈએ કે લગ્ન અંગે ની તસવીરો શેર કરતા માલવે કેપ્શનમાં લખ્યું કે, “હવે ગઈકાલે રાત્રે @maakasamdilipjoshi ની દીકરીના ડેસ્ટિનીના લગ્ન… ફરી એકવાર પ્રેમી યુગલને અભિનંદન અને તેમના લગ્ન જીવનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… મને લાગે છે કે, @palaksindhwani અને @priyaahujarajda. વર-કન્યા કરતાં વધુ તસવીરો ક્લિક કરી છે.”
જો કે હાલ લગ્નને લઈને વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે દિલીપ જોશી મહેમાનોને સ્ટેજ પર આવકારતા તેમના પરિવારને દીકરી અને જમાઈ સહિત અભિનંદન પાઠવે છે. આ વીડિયો રિસેપ્શનનો જણાવવામાં આવી રહ્યો છે.
View this post on Instagram
આ ઉપરાંત અન્ય એક વિડીયો પણ સૉશ્યલ મીડિયા પર જોવા મળ્યો છે. આ વિડીયો 10 ડિસેમ્બર 2021ના રોજ દિલીપ જોશીની પુત્રી નિયતિ જોશી ના સંગીત સમારોહનો છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે દિલીપ જોશી ડાન્સ કરી રહ્યા છે. તેમણે લગ્નમાં એક્ટર અને ફેમસ સિંગર દાંડિયા કિંગ નૈતિક નાગડા સાથે ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં દિલીપ વાદળી રંગનો કુર્તો પહેરેલો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.