રોજબરોજ હત્યા અને આત્મહત્યાના કેસો સામે આવતા હોય છે. ક્યારેક પ્રેમ સંબંધમાં, ક્યારેક પૈસાની લેતી દેતીમાં, તો ક્યારેક અંગત અદાવતમાં લોકો એકબીજાની હત્યા અથવા તો આત્મહત્યા કરી લેતા હોય છે. એવી જ એક ઘટના જૂનાગઢ શહેરમાંથી સામે આવી છે. જાણવા મળ્યું કે જુનાગઢ ની કોલેજમાં અભ્યાસ કરી રહેલી એક યુવતી તેના કોલેજમાં જ અભ્યાસ કરી રહેલા એક યુવાનના પ્રેમમાં હતી.
પરંતુ યુવતી ના પ્રેમી ની સગાઈ નક્કી થઈ જતા પ્રેમી યુવતી સાથે બહુ ખાસ વાતચીત કરતો ન હતો. આથી યુવતીને લાગી આવતા તેણે ડેમમાં ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. વધુ વિગતે વાત કરીએ તો આ ઘટના બીજી નવેમ્બરના રોજ બની હતી. બીજી નવેમ્બર ના રોજ પરિવારજનો એ પોલીસમાં જાણ કરી કે તેની દીકરી નો ફોન અથવા તો કોઈ દ્વારા સંપર્ક થતો નથી.
આથી પોલીસે વિદ્યાર્થી ના નંબર ઉપર જ્યારે ફોન કર્યો ત્યારે આ ફોન હસનાપુર ડેમ પરના ચોકીદારે ઉપાડ્યો અને તેને પોલીસને કહ્યું કે ફોન અને ચપ્પલ અહીં પડેલા છે. બાદમાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. બાદમાં બે દિવસ બાદ એટલે કે પાંચમી નવેમ્બરે વિદ્યાર્થીનીનો મૃતદેહ મળી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ કરતાં પ્રેમ સંબંધ મુખ્ય ભાગ ભજવી રહ્યો હતો.
યુવકની સગાઈ થઈ જતા યુવક તેની પ્રેમિકા સાથે વાત કરતો ન હતો. આથી યુવતીએ જુનાગઢના હસનાપુર ડેમમાં ઝમ્પલાવીને મોતને વહાલું કર્યું હતું. યુવતીની લાશ મળી આવતા તેને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જાણવા મળ્યું કે આ યુવતી જૂનાગઢની નોબલ કોલેજમાં અભ્યાસ કરી રહી હતી. વધુ વિગતે જાણવા મળે કે જ્યારે યુવતી આત્મહત્યા કરી હતી ત્યારે તેની સાથે અભ્યાસ કરી રહેલી અન્ય યુવતી પણ હતી અને તેની નજરની સામે તેને આત્મહત્યા કરી લીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!