RRR ના ફેમ એવા જુનિયર NTR ની આ ઘડિયારની કિંમત જાણી તમે મોઢામાં આંગળા નાખી જશો ! એટલી કિંમત કે એટલી કિંમત લકઝરી કાર આવી જાય….જાણો
વર્ષ 2022 ની અંદર RRR, KGF 2, પુષ્પા જેવી અનેક એવી મોટી મોટી ફિલ્મો રિલીઝ થઇ હતી જેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તહેલકો જ મચાવી દીધો હતો. સાઉથ ઇન્ડસ્ટ્રીની આ ફિલ્મોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવો જબરો ધડાકો કર્યો કે આ ફિલ્મોને હાલ આખા દેશમાં જોયેલી માનવામાં આવે છે. ફિલ્મોની સફળતા પાછળ તેમાં કામ કરતા અભિનેતા તથા અભિનેત્રીઓનો પણ ખુબ મોટો ફાળો છે, એવામાં આજે અમે તમને એક એવા જ અભિનેતા વિશે જણાવાના છીએ જેણે પોતાની એક્ટિંગથી સૌ કોઈને પોતાની તરફ મોહી લીધા હતા.
જુનિયર NTR વિશે આમ તો મોટા ભાગે લોકો જાણતા જ હશે, સાઉથ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી મોટી મોટી ફિલ્મોમાં કામ કરીને જુનિયર NTRએ પોતાની એક્ટિંગનો લોહો બનાવી લીધો છે. પોતાની એક્ટિંગ,અભિનય અને લુકને લઈને જુનિયર NTR સોશિયલ મીડિયા પર પણ અવારનવાર ચર્ચાનો વિષય બનેલા હોય છે, એવામાં હાલ આ અભિનેતા સાથે જોડાયેલી એક આવી જ જાણકારી સામે આવી છે જેના વિશે જાણીને સૌ કોઈ ચોકી ગયું હતું.
મોટી મોટી આરોના શોખીન તથા મોંઘી દાટ વસ્તુઓના શોખીન એવા જુનિયર NTR પોતાના શોખની પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરી નાખતા હોય છે. એવામાં હાલના સમયમાં અભિનેતાની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે જેમાં તે ટીશર્ટ સાથે અમેઝિંગ રીસ્ટ વોચ પેહરીને જોવા મળ્યા હતા. હવે જો આ ઘડિયાળની કિંમત વિશે જો વાત કરીએ તો કિંમત જાણીને તમને ખરેખર આંચકો જ લાગી જશે.
હાલમાં જ જુનિયર NTR ના એક ફેન પેજ દ્વારા તેની એક ખાસ તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી જેમાં અભિનેતા એ ટીશર્ટ તથા ખુબ અનોખી ઘડિયાર પેહરી હતી.તમને જણાવી દઈએ કે આ ઘડિયાર કાંઈ જેવી તેવી નહીં પણ ‘RICHARD MILLE’ કંપનીની ઘડિયાર છે જેની કિંમત ગુગલમાં 8,68,19,145 રૂપિયાની ભારે કિંમતમાં બતાવી રહ્યા છે, એટલે કે આ ઘડિયારની કિંમત 8 કરોડ રૂપિયા છે.