દીકરા-દીકરી ના લગ્ન થવાના હતા તેના માત્ર એક દિવસ અગાઉ પિતા ની ઉઠી અર્થી. ઘટના સાંભળી હૈયું કમ્પી ઉઠશે, જાણો વિગતે.
રોજબરોજ અકસ્માત થવાના અનેક બનાવો સામે આવતા હોય છે. એવી જ એક ઘટના હાલોલ વડોદરામાંથી સામે આવે છે. જેમાં ઘરમાં લગ્નનો પ્રસંગ હોય અને એક પિતાનું દર્દનાક રીતે મોત થતા લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો. વધુ વિગતે વાત કરવામાં આવે તો આસોજ ગામ પાસે રીક્ષાનું આગળનું ટાયર નીકળી જતા રીક્ષા પલટી મારી ગઈ હતી.
રીક્ષામાં સવાર એક વ્યક્તિનું દર્દનાક મોત નીપજ્યું હતું તો અન્ય ત્રણ લોકો ઘવાયા જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ વિગતે વાત કરવામાં આવે તો વાઘોડિયા તાલુકાના સિંહાપુર ગામનો પરિવાર સાવલી તાલુકાના આદલવાડા ગામે જ્યાં દીકરી ના લગ્ન નક્કી કર્યા હતા ત્યાં આદલવાડા ગામે વેવાઈ ના ઘરે હાજરી આપવા ગયા હતા.
લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા એ સમયે ગોજારો અકસ્માત સર્જાયો હતો જેમાં જાણવા મળ્યું કે જે ઘરમાં જે દીકરાના લગ્ન થવાના હતા અને જે ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલુ હતી તે દીકરાના પિતાનું જ આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. બે દિવસથી ચાલી રહેલી લગ્નની તૈયારીઓ ઉપર પાણી ફરી વળ્યું હતું. લગ્નનો પ્રસંગ માતમ ફેરવાઈ જતા પરિવારમાં દુઃખના વાદળો છવાઈ ગયા હતા.
માત્ર દીકરાના જ નહીં પરંતુ દીકરીના પણ લગ્ન થવાના હતા. આ ઘટના થતા દીકરાનો વરઘોડો પણ ન નીકળ્યો અને દીકરી નું કન્યાદાન પણ થયું ન હતું. દીકરીના લગ્નના આગલા દિવસે અને દીકરાના લગ્નના બે દિવસ અગાઉ પિતાનું મોત નીપજી જતા આખા ગામમાં અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!