આપણા સમાજમાં લગ્ન જીવનને જીવનનો એક ભાગ માનવામાં આવે છે. એટલે કે દરેક યુવાન અને યુવતીઓ ને લગ્ન કરવા જરૂરી હોય છે. લગ્નજીવન થકી જ પોતાના કુટુંબને આગળ વધારતા હોય છે. પરંતુ આજના જમાનામાં લોકો લવ મેરેજ ખાસ કરતા હોય છે. આવા લવ મેરેજ કરવામાં ક્યારેક એવી ઘટના સામે આવતી હોય છે કે જેને સાંભળવા વાળા પણ ચોકી ઉઠતા હોય છે. એવી જ એક ઘટના પાકિસ્તાનથી સામે આવી છે.
જેમાં 52 વર્ષના એક શિક્ષકના પ્રેમમાં 20 વર્ષની એક યુવતી પડી અને ત્યારબાદ બંનેના લગ્ન થયા. આ લવ સ્ટોરી ની વાત કરવામાં આવે તો પાકિસ્તાનથી આ સમાચાર સામે આવેલા જોવા મળે છે. જેમાં ઝૉયા નૂર નામની યુવતી બીકોમ માં અભ્યાસ કરી રહી હતી. તે જે કોલેજમાં અભ્યાસ કરી રહી હતી તે જ કોલેજમાં 52 વર્ષના શિક્ષક સાજીદ અલી વિદ્યાર્થીઓને ભણાવવા આવતા હતા.
આ બાબતે જોયા નૂરે પાકિસ્તાનના પ્રખ્યાત youtube અલી સાથે વાત કરી અને તેને કહ્યું કે તેને તેના શિક્ષકને પહેલીવાર જોયા ત્યારથી જ તે તેના શિક્ષકના દેખાવ અને પર્સનાલિટીને પસંદ કરવા લાગી હતી અને તેને કહ્યું કે તેની ભણાવવાની સ્ટાઇલ ખૂબ જ અલગ હતી. આથી તે તેના પ્રેમમાં પડી ગઈ હતી પરંતુ શરૂઆત માં તો તે શિક્ષક તેના ઇગ્નોર કરતા હતા.
એકવાર ઝોયા એ હિંમત કરીને તેના શિક્ષકને પ્રપોઝ કરી દીધું હતું. પરંતુ શિક્ષકે તેને થોડા દિવસ રાહ જોવાનું કહ્યું અને ત્યારબાદ સાઝિદ ને પણ જોયા પસંદ આવવા લાગી હતી અને બંને લગ્ન કરી લીધા હતા. બંને વચ્ચેના લગ્નનું અંતર 32 વર્ષ જેટલું હતું. આથી તેના સંબંધીઓ પણ લગ્ન કરાવવા માંગતા ન હતા પરંતુ આ બંને એ કોઈની પણ પરવાહ કર્યા વગર લગ્ન કરી લીધા હતા અને આમ અનોખી પ્રેમ કહાની સામે આવેલી જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!