‘કચ્છી કોયલ’ ગીતાબહેન રબારી ફરે છે આવી મોંઘી મોંઘી કારો માં આજે જીવે છે એવું જીવન કે જોઈ ને તમે, જુઓ ખાસ તસવીરો.
આપણા ગુજરાતમાં અનેક ગાયક કલાકારો પ્રખ્યાત છે. જેમાં અનેક મહિલા કલાકારો આજે ગુજરાતમાં જ નહીં વિદેશમાં પણ અનેક કાર્યક્રમો આપતા રહે છે. ગુજરાતની કચ્છી કોયલ તરીકે જાણીતી ગાયક કલાકાર એટલે ગીતાબહેન રબારી. ગીતા બહેન રબારી આજે ખૂબ જ આલેશાન રીતે પોતાનું જીવન જીવે છે. વાત કરવામાં આવે તો ગીતાબેન રબારી નો જન્મ 31 12 1996 ના રોજ થયો હતો.
કચ્છના નાના એવા ગામમાં જન્મેલા ગીતા બહેન રબારી માત્ર 20 વર્ષની ઉંમરે જ ગુજરાત ભરમાં પોતાનું નામ કરી ચુક્યા હતા. તેઓ આજે પણ પોતાના માતા પિતા સાથે રહે છે. ગીતાબેન રબારીએ અન્ય અનેક કલાકારો સાથે કામ કરેલું છે. જેમાં કિંજલ દવે, જીગ્નેશ કવિરાજ, ગમન સાંથલ, કિર્તીદાન ગઢવી, ઓસમાન મીર વગેરે કલાકારો સાથે કામ કરેલું છે. પરંતુ તેઓમાં ખાસ કિંજલબેન દવે ગીતાબેન રબારીના ખાસ મિત્ર છે. તેઓ અવારનવાર મળતા પણ રહે છે.
ગીતાબેન રબારીને આજે ખૂબ જ લક્ઝરીયસ કારો નો શોખ છે. ગીતાબેન રબારી પાસે સૌપ્રથમ swift કાર હતી અને હાલમાં એક થી એક ચડિયાતી કારો ધરાવે છે. તેઓ હાલમાં innova કાર ચલાવતા જોવા મળે છે. તેઓના પિતાનું નામ કાનજીભાઈ અને માતાનું નામ વેજુબેન રબારી છે. ધોરણ પાંચ માં હતા ત્યારથી જ ગીતાબહેન રબારી સ્ટેજ ઉપર ગાતા હતા અને સ્કૂલ પ્રોગ્રામથી લઈને આજ સુધી અનેક કાર્યક્રમો કરી ચૂક્યા છે.
તેઓનું પ્રખ્યાત ગીત રોણા શેરમાં રે કે જેને youtube ઉપર 7.5 કરોડ લોકોએ જોયું હતું. આ ઉપરાંત તે અનેક ગુજરાતી ગીતોને લઈને પ્રખ્યાત છે. તેઓ એક સ્ટેજ કાર્યક્રમ કરવાના ₹2,00,000 થી પણ વધુ રકમ લે છે. ગીતાબેન રબારી અવારનવાર સોશિયલ મીડિયા ઉપર અનેક તસ્વીરો શેર કરતા રહે છે. આજે ખૂબ જ આલીશાન રીતે જીવન જીવે છે જેને કેટલીક તસ્વીરો પણ સામે આવેલી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!