શું તમને ખબર છે ? કેટરીના કેફને ઘરમાં તેના સાસુ-સસરા બોલાવે છે આ નિક નેમ થી…નામ એટલું અનોખું જાણીને તમને પણ આશ્ચર્ય થશે
બોલીવુડની સુંદર અને પોતાના અભિનયથી દિલ જીતી લેનાર અભિનેત્રીમાં કેટરીના કૈફનું નામ શુમાર થાય છે. આ અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાં ટકેલી છે અને ઘણી એવી હીટ ફિલ્મો આપી છે જેને ચાહકો આજે પણ ભુલાવી શક્યા નથી. કેટરીના કૈફ આમ તો વધારે સોશિયલ મીડિયા પર એક્ટીવ રેહતી હોતી નથી પણ જ્યારથી તેના લગ્ન વિક્કી કૌશલ સાથે થયા છે ત્યારથી તે સોશિયલ મીડિયા પર ચવાયેલી જ રહે છે.
ઘણી વખત કેટરીના કૈફ પોતાના પતી વિક્કી કૌશલને લઈને પણ ઘણી બધી અનોખી વાતો ચાહકો વચ્ચે શેર કરે છે. એવામાં અભિનેત્રી હાલ થોડા સમય પેહલા જ કોમેડી શો ધ કપિલ શર્મા શોમાં આવવાની છે. આ એપિસોડનો પ્રોમો રીલીઝ થઇ ચુક્યો છે અને આવનાર વિકેન્ડમાં જ આ એપિસોડ બતાવામાં આવશે. આ શોમાં આવ્યા બાદ કેટરીના કૈફ પોતાની ઘણી વાતોના ખુલાસા કરે છે જેમ કે તેમના સાસરિય લોકો તેને ક્યા નીક નેમથી બોલાવે છે તેવી ઘણી વાતો.
કૈટરીના કૈફએ જણાવ્યું કે જ્યારે તેના વિક્કી કૌશલ સાથે લગ્ન થયા તે બાદ તેને સાસરીયા તરફથી એક ખુબ જ અલગ નામ આપ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું કે તેના સાસરીયા વાળા લોકો તેને ‘કીટ્ટો’ નામથી બોલાવે છે અને આ તેનું નીક નેમ છે. આમ તો બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કેટરીનાને કેટ કેટ કહીને બોલાવામાં આવે છે પરંતુ વિક્કી કૌશલના પરિવારજનો અભિનેત્રીને કીટ્ટો કહીને બોલાવે છે.
જણાવી દઈએ કે અભિનેત્રી ધ કપિલ શર્મા શોમાં પોતાની આવનાર ફિલ્મ ‘ફોન ભૂત’ ના પ્રમોશન માટે આવી હતી, આ ફિલ્મ તેની સાથે ઇશાન ખટ્ટર અને સિધાર્થ ચતુર્વેદી પણ જોવા મળશે. ટ્રેલર જોતા લોકોને આ ફિલ્મ ખુબ વધારે પસંદ પણ આવી હતી કારણ કે ફિલ્મમાં જોવા મળી રહ્યું છે કે આ ફિલ્મમાં રોમાન્સની સાથો સાથ એક્શન પણ આવી રહ્યું છે.