India

સાત મહિના પહેલા પત્ની એ આપઘાત કરી લીધા બાદ કન્નડ ના અભિનેતા સતીશ વજ્ર ની થઇ ગઈ હત્યા પોલીસે એવું કહ્યું કે..

Spread the love

ભારત માં હત્યા ના કેસ વારંવાર સામે આવતા જ રહે છે. લોકો ક્યારેક બદલો લેવાની ભાવના સાથે ખૂનખરાબા કરી નાખતા હોય છે. એવામાં કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના એક જાણીતા અભિનેતા સતીશ વજ્ર ને પોતાના ઘરે અજાણ્યા લોકો એ માથા ના ભાગે લાકડી ના ઘા મારીને હત્યા કરી નાખી હતી વધુ વિગતે જાણવા મળ્યું કે કન્નડ સિનેમા ના અભિનેતા સતીશ વજ્ર ઉમર 36 વર્ષ જે બેંગ્લોર ના આર.આર નગર માં રહેતો હતો.

સતીશ વજ્ર 18 જૂન ને શનિવારે પોતાના ઘરે હતો. તે સમયે બે અજણયા લોકો એ ઘરે આવી ને સતીશ ના માથે લાકડીઓ મારી ને બાદ માં ગળા ના ભાગે ચાકુ મારી ને હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ સતીશ જે માલીક ના ઘર માં રહેતો હતો તેણે ફ્લેટ ની બહાર લોહી જોયું હતું ત્યારબાદ પોલીસ ને જાણ કરી હતી. પોલીસે આવી ને લાશ ને જોઈ હતી.

જાણવા મળ્યું કે સતીશ વજ્ર ની પત્ની એ સાત મહિના અગાઉ જ આત્મહત્યા કરી લીધી હતી જાણવા મળ્યું કે સતીશ અને સતીશ નો પરિવાર સતીશ ની પત્ની ને હેરાન કરતા હતા સતીશ અને તેની પત્ની નો વારંવાર ઝગડો પણ થતો હતો આથી સતીશ ની પત્ની એ કંટાળી ને આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતે સતીશ ની પત્ની ના ભાઈ એ બહેન ની હત્યા નો બદલો લેવા માટે સતીશ ની હત્યા કરી નાખી હોય એવું પોલીસ ને પ્રાથમિક તપાસ માં જણાય રહ્યું છે.

પોલીસે આમાં શંકા ના આધારે સુદર્શન અને નાગેન્દ્ર ની ધરપકડ કરી છે સતીશ ને એક પુત્રી પણ છે જે માતા ના મૃત્યુ બાદ સતીશ ના સાસરિયા વાળા ને ત્યાં રહે છે સતીશ વજ્ર એ 2017 નિ ફિલ્મ લાગોરી થી લોકપ્રિય થયો હતો. તે બેંગ્લોર માં સલૂન પણ ચલાવતો હતો. તેણે મુવી ઉપરાંત સિરિયલો માં પણ કામ કરેલું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *