કાશી વિશ્વનાથ કોરિડોર ઉદ્ઘાટન બાદ જાણો કાશી વિશ્વનાથ મંદિર ને લાગતા ઇતિહાસ વિશે ઔરંગઝેબે કર્યો હતો મંદિરને તોડવાનો પ્રયત્ન ત્યારે……
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ પહેલા ના સમયથી જ ઘણો સમૃદ્ધ છે. આપણા દેશને ‘ સોને કી ચિડીયા ‘ તરીકે ઓળખવા માં આવતો હતો. દેશનો ઈતિહાસ ઘણો જ વિશાળ અને જૂનો છે. દેશની જાહો જલાલી જોઈ ને અનેક વિદેશી પ્રજાએ ભારત પર આક્ર્મણ કર્યા હતા. જેના કારણે દેશને અનેક વિદેશી આક્ર્મણો નો ભાગો બનવું પડ્યું હતું.
આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશનો ઇતિહાસ રહ્યો છે અને આપણી સંસ્કૃતિમાં પણ ‘ અતિથિ દેવો ભવ ‘ ની માન્યતા સ્વીકારવામાં આવી છે. જેના કારણે દેશ માં આવનાર વિદેશી લોકો ને પણ આપણા દેશના લોકોએ ઘણો આદર આપ્યો અને તેમની મદદ પણ કરી પરંતુ આવા વિદેશી લોકો આ આદર ભાવ અને પ્રેમ ભાવ સમજી શક્ય નહીં તેમને સંબંધ સ્થાપવા કરતા દેશ પાસે રહેલી અમુલ્ય વસ્તુઓ પડાવી પડવાનો વિચાર રહેતો હતો. જેના કારણે વર્ષો સુધી અનેક વિદેશી પ્રજા જેવી કે મુગલો, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચો આવી અનેક લોકોએ દેશ પર હુમલા કર્યા અને દેશના સમૃદ્ધ ઇતિહાસ ને બગાડવા માટે દેશની સંસ્કૃતિ અને દેશની અનેક ધરોહરો ને નુકસાન પહોંચાડયુ.
આપણે સૌ જાણીએ છિએ કે આપણો દેશ વિજ્ઞાન, કલા, રાજનીતિ, શાસ્ત્ર વિદ્યયા, આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમા ઘણો વિકસિત હતો. આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં અનેક એવી બાબતો નો ઉલ્લેખ છે કેજે અનેક સમસ્યાઓ નું નિરાકરણ લાવી શકે છે. આ ઉપરાંત આવા શસ્ત્રોમા હાલના સમયને લાગતી પણ અનેક સમસ્યાઓ નો ઉકેલ છે.
આટલું બધું જ્ઞાન હોવા છતાં પણ ક્યારે પણ ભારત દેશ કે ભારતીય પ્રજાએ કોઈ પણ આક્ર્મણ કરી તેમને દબાવ્વનિ કોસીસ કરી નથી. પરંતુ પોતાની પાસે રહેલા જ્ઞાનનો લાભ સૌ કોઈ લે તેવી જ ઇચ્છા રાખી છે. દેશના આવા સારા અને પરોપકારી સ્વભાવ નો બદલો દુનિયાએ દેશને લૂંટીને આપ્યો.
આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ માટે પોતાની સંસ્કૃતિ અને પોતાનો ઇતિહાસ ઘણો જરુરિ છે માટે જ કોઈ પ્રજાનો નાશ કરવો હોઈ તો તેની સંસ્કૃતિઓ નો નાશ કરવો. આ બાબત અંગે મુગલો વાકેફ હતા જેના કારણે સમગ્ર કલાઓ માં નિપુણ અને સૌથી આધુનિક એવી હિંદુ પ્રજાના અસ્તિત્વને નુકસાન પહોંચાડવા ના હેતુથી મુગલો એ દેશમાં અનેક મંદિરો, વિશ્વ વિધ્યાલયો અને અન્ય મહત્વના સ્થળો કે જે સમગ્ર વિશ્વ અને માનવ કલ્યાણ માટે પ્રયત્નશિલ હતા તેમને નુકસાન પહોંચાડી અને તેને તોડવાનું શરૂ કર્યું. આપણે અહીં એક એવા જ મંદિર વિશે વાત કરવાની છે કે જેનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ છે. પરંતુ તેને પણ આવા મુઘલ આક્રાનતાઓ નો સામનો કરવો પડ્યો હતો.
આપણે અહીં કાશી વિશ્વનાથ મંદિર વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા વિશ્વનાથના મંદિરમાં પૂજા કર્યા પછી ‘કાશી વિશ્વનાથ કોરિડોર’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું, આતંકવાદીઓએ આ શહેર પર હુમલો કર્યો છે, અને તેને નષ્ટ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આ શહેર ઔરંગઝેબના અત્યાચારોનો ઈતિહાસ સાક્ષી છે, તેનો આતંક, જેણે તલવારના જોરે દેશ અને પ્રદેશ ની સંસ્કૃતિને બદલવાનો પ્રયાસ કર્યો હતો. જેણે દેશની સાચી સંસ્કૃતિને કટ્ટરતાથી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દેશની માટી બાકીની દુનિયાથી અલગ છે. જેના કારણે જ્યારે ઔરંગઝેબ જેવા અમાનવિય લોકો દેશ ને નુકસાન પહોંચાડવા અહીં આવે છે તેવા સમયે માનવતા અને માતૃભૂમિ ની રક્ષા કરાવા માટે છત્રપતિ શિવાજી મહારાજા જેવા મહાન પુરુષો પણ જન્મ લે છે.
જો વાત ઔરંગઝેબ અંગે કરીએ તો જણાવી દઈએ કે ઔરંગઝેબનો જન્મ 3 નવેમ્બર 1618ના રોજ જહાંગીરના શાસન દરમિયાન દોહાદમાં થયો હતો. તે શાહજહાંનો ત્રીજા પુત્ર હતો. તેણે ઇસ્લામિક ધાર્મિક સાહિત્ય વાંચવા ઉપરાંત તુર્કી સાહિત્ય પણ વાંચ્યું અને હસ્તલેખનમાં નિપુણતા મેળવી. જણાવી દઈએ કે શાહજહાંને ચાર પુત્રો હતા. અને ચારેયની નજર સતા અને સિંહાસન પર હતી. આ બધા ભાઈઓને સત્તા પર સમાન અધિકાર હતો. જો કે શાહજહાં નિ ઇચ્છા તેના સૌથી મોટો પુત્ર દારા શિકોહ ઉત્તરાધિકારી બનાવવાની હતી. જો કે ઔરંગઝેબ આનાથી નારાજ હતો કારણ કે તે પોતાને સૌથી લાયક વારસદાર માનતો હતો.
જણાવી દઈએ કે ઔરંગઝેબે તેના શાસનકાળ દરમિયાન ઘણા હિંદુ વિરોધી નિર્ણયો લીધા હતા. ઉદાહરણ તરીકે, લાખો હિંદુઓને જબરજસ્તી મુસ્લિમ બનાવ્યા હતા. તેણે બનારસમાં વિશ્વનાથ મંદિર અને મથુરામાં કેશવ રાય મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો હતો. જણાવી દઈએ કે ઔરંગઝેબના આદેશ પછી, મુઘલ સેનાએ 1669માં બનારસ વિશ્વનાથ મંદિર પર હુમલો કર્યો અને મંદિરનો નાશ કર્યો, જો કે મુઘલો ના આ હાલમાં માં શિવલિંગ અને નંદી મહારાજ ની પ્રતિમાને નુકસાન પહોંચાડી શક્યા નહીં. આ હુમલામા જ્યોતિર્લિંગને બચાવવા મંદિરના મહંત શિવલિંગ સાથે જ્ઞાનવાપી કુંડમાં કૂદી પડ્યા હતા. આ દરમિયાન મુઘલ સેના મંદિરના પ્રાંગણમાં સ્થાપિત વિશાળ નંદીની પ્રતિમાને તોડવામાં નિષ્ફળ રહીયા હતા.
ઈતિહાસકાર રિચર્ડ ઈટનના જણાવ્યા અનૂસાર મુઘલ શાસન દરમિયાન જે પણ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા તેની પાછળનું કારણ રાજકીય હતું. ઈટનના જણાવ્યા અનુસાર, એ જ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા જેમાં બળવાખોરોને આશ્રય મળ્યો હતો અથવા જ્યાં શાસન વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું. ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન પણ આવા જ મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા.