દેશભરમાં મકરસક્રાંતિ નો તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનું મહત્વ ખૂબ જ અનેરું છે. કેરળ રાજ્યમાં આવેલા લોકો મકરસક્રાંતિ નો તહેવાર ખૂબ જ ઉત્સાહથી અને ભાવપૂર્વક ઉજવે છે. મકરસંક્રાંતિના દિવસે કેરળ માં આવેલા ભગવાન અયપ્પા મંદિરની પવિત્ર 18 સીડીઓ ખોલવામાં આવે છે. જે ભક્તો 41 દિવસની સખત તપસ્યા પૂરી કરે છે તે ભક્તો જ આ 18 પવિત્ર સીડીઓ પર જઈ શકે છે.
14 જાન્યુઆરી 2023 ના રોજ 41 દિવસની તપસ્યા પૂરી થતાં રાબેતા મુજબ શ્રદ્ધાળુ પાછળના રસ્તેથી મંદિરના દર્શન કરશે અને ખાસ વાત તો એ કે આ મંદિરની પવિત્ર સીડીઓનું વિશેષ મહત્વ એ છે કે તે વર્ષમાં માત્ર એક જ વાર ખોલવામાં આવે છે. 18 સીડીઓનું શું મહત્વ છે તેના વિશે જાણીએ તો મંદિરના 18 પગથિયા માંથી પ્રથમ પાંચ સીડીઓ મનુષ્યની પાંચ ઇન્દ્રિયો સાથે સંબંધિત છે. પછીની આઠ સીડીઓ માનવીય લાગણીઓ સાથે સંબંધિત છે.
પછીની ત્રણ સીડીઓ માનવ ગુણનું પ્રતીક માનવામાં આવે છે અને છેલ્લી બે સીડી જ્ઞાન અને અજ્ઞાનનું પ્રતિક માનવામાં આવે છે. શ્રદ્ધાળુ ઓ ને સીડીઓ ચડવા માટે નિયમોનું પાલન કરવું પડે છે. આ માટે તમામ ભક્તોને માથે પોટલું લઈને ભગવાનના મંદિરમાં જવું પડે છે અને ભગવાનના દર્શન કરે છે. મંદિરની નીચે નવ ગ્રહનું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી ઉત્સવ ઉજવવામાં આવે છે.
સવારે 4:30 વાગે મંદિરમાં અભિષેક અને ગણપતિ પૂજા બાદ ભક્તો પવિત્ર સીડીઓ પર ચડે છે. ત્યારબાદ સાંજે 6:30 વાગે ભોગ લગાવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે આકાશમાં મકર જ્યોત ચમકતી જોવા મળે છે જે જોવા માટે દેશભરમાંથી લોકો કેરળ આવે છે. મકરસંક્રાંતિની રાત્રે ભક્તો સ્વયં રીતે દીવાઓ પ્રજ્વલિત કરે છે. આ ઉપરાંત મંદિરના મુખ્ય દ્વારથી લઈને આંગણા સીડી અને મંદિર સુધી આકર્ષક રંગોળીઓ સજાવવામાં આવે છે. આમ આ મંદિરની અનોખી પરંપરા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!