કેટરીના કેફને તેના સાસુ બોલાવે છે આ ખાસ નામથી ! નામ એવું કે જાણી તમને પણ આંચકો જ લાગશે, વિક્કી કૌશલ પણ….જાણો પુરી વાત
બોલીવુડનું જો સૌથી વધારે ફેમસ કપલ વિશે વાત કરવામાં આવે તો તેમાં કેટરીના કેફ અને વિક્કી કૌશલની જોડીનો સમાવેશ પેલા થાય છે. એવામાં તેઓના લગ્ન સમયની વાત કરવામાં આવે તો ત્યારે આ કપલ સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચિત કપલ રહી ચૂક્યું હતું કારણ કે રોજબરોજના અનેક એવી લગ્નને લઈને ખબરો સામે આવતી કે જે ખુબ દિલચસ્પ હોવાની સાથો સાથ ચાહકોને ખુબ વધારે પસંદ આવતી હતી.તમે જાણતા જ હશો કે કેટરીના કેફ અને અભિનેતા વિક્કી કૌશલે પ્રાઇવેટ રીતે લગ્ન કરી લીધા હતા.
હવે તેઓના લગ્નને એક વર્ષ થઇ ચૂક્યું છે, જણાવી દઈએ કે આ કપલે 9 ડિસેમ્બરના રોજ વર્ષ 2021માં રાજસ્થાનના એક આલીશાન હોટેલમાં લગ્ન સબંધે બંધાયા હતા. આ લગ્ન સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચાનો વિષય બની ગયા હતા, લોકો વારંવાર આ લગ્ન અંગેની જ ચર્ચા કરતા હતા.કેટરીના અને વિક્કી કૌશલે અચાનક જ લગ્ન કરી લેતા ચાહકો આશ્ચર્યમાં જ મુકાયા હતા. એવામાં હવે ચાહકો એ જાણવા ખુબ ઉત્સુખ છે કે શા માટે વિક્કી કૌશલ અને કેટરીના કેફે આટલા ગુપ્ત રીતે લગ્ન કરી લીધા?
તો આ અંગે એક મોટો ખુલાસો થયો છે જે અમે આજે જણાવાના છીએ.કેટરીના કેફે પોતાના આ સિક્રેટ લગ્ન અંગેનું કારણ પોતે જ જણાવી દીધું છે, એક ફિલ્મ ફેર એવોર્ડના પ્રોગ્રામ દરમિયાન કેટરીનાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે તેણે શા માટે આટલી ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા, તો આ સવાલનો જવાબ આપતા કેટરીનાએ જણાવ્યું હતું કે તે સમયે covid 19 ચાલી રહ્યો હતો જેની અસર તેના પરીવારના ઘણા બધા લોકોને થઇ હતી આથી તેઓએ કોવિડના નિયમોને ખુબ સિરિયસલી લીધા.
આ કારણેને લીધે જ કેટરીના-વિક્કીએ પોતાના લગ્નમાં સાવ ઓછા મેહમાનોને લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું. હાલ આ કપલ અંગે એવી પણ અફવા ફેલાઈ રહી છે કે તેઓ થોડાક જ સમયમાં એક બાળકના માતા-પિતા બનવાના છે.કેટરીના અને વિક્કીના લગ્નને વર્ષ થતા તેઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલર પર એક ખુબ ક્યૂટ તસ્વીર શેર કરી હતી જેમાં ચાહકોએ ખુબ પ્રેમ વરસાવ્યો હતો.