સાલું વરસાદે પણ ખજુરભાઈ ખડા પગે ઉભા રય ને કામ કરે છે આ જોય ને આ પરિવાર ખુબજ ખુશ થયો,જોવો વિડીયો મા…
પહેલા પણ તમને જણાવેલું કે ખજુરભાઈ આ અપંગ ભાઈની મદદ કરવાના હતા ત્યારે તેમણે તેમનું કામ ૨ દિવસ પહેલા જ ચાલુ કરી દીધેલ હતું ચાલુ કામમાં વરસાદ જાણે ખજુરભાઈની પરીક્ષા ના લેવા આવ્યો હોય એમ ધમધોખાર ચાલુ થઇ ગયો હતો જેવું ખજુરભાઈ કામમાં લાગે ને વરસાદ પણ કામમાં લાગે પછી થોડી વાર વરસાદ બંધ થવાની રાહ જોવી પડતી હતી ત્યાર બાદ થોડો થોડો વરસાદ ઝરમર ઝરમર ચાલુ જ હતો ને ખજુરભાઈ એકદમ મૂડમાં આવી ગયાંને કહેવા લાગ્યા એ હાલો મિત્રો વરસાદ તેનું કામ કરે છે આપડે આપણું કામ કરવાનું છે.
આટલી જ વાર હતીકે બધા લોકો પણ એકદમ ખુશીથી કામ કરવા લાગ્યા અને આ રીતે આ ભાઈનું કામ બહુ જોરો શોરોથી ચાલુ કરી દીધેલ હતું એક બાજુ વરસાદ બંધ થવાનું નામ લેતો ન હતો બીજી બાજુ ખજુરભાઈ પણ કામ બંધ કરવાનું નામ લેતા ન હતા આ રીતે બહુ જ મજેદાર અને સારી રીતે તેમણે આ ભાઈનું કામ ચાલુ કરેલ હતું હજુ પણ તેમનું કામ ચાલુ જ છે ખજુરભાઈ અને તેમના માણસો હાજી પણ જેમ બને તેમ જલ્દી આ કામ પૂરું થાય એના માટે કામ કરી રેલા છે.
તસ્વીરમાં તમે જોઈ શકો છો કે હદીદ ગામવાળા ભિખાદાદા પણ ખજુરભાઈની જોડેજ છે તેઓ પણ હવે ખજુરભાઈ જોડે રેહવાની આજીજી કરતા હતા એટલે ખજુરભાઈ એ તેમને પણ પોતાની સાથે લોકોની સેવા કરવા માટે રાખ્યા છે. આ કામ ચાલી રહેલું હતું એવામાંજ એક છોકરો ખજુરભાઈની જોડે આવ્યો ને કહેવા લાગ્યો લોકોના તારણહાર મારે તમારી જોડે એક સેલ્ફી લેવી છે અને તમારો એક ફોટો મારા મોબાઈલ માં જોઈએ છે તરતજ ખજુરભાઈએ તે બાળકને પોતાની જોડે લઇ સેલ્ફી આપી અને તેને ચાલુ વરસાદમાં ખજુરભાઈનો ફોટો પણ પાડ્યો.
મિત્રો આવા હૂનહાર મહાન અને જેને આખું ગુજરાત ઓળખે એવા ખજુરભાઈ એટલે નીતિનભાઈ જાણી માટે તમે શું વિચારો છો તે જરૂરથી જણાવો બીજું એકે ખજુરભાઈને ગણા લોકો સપોર્ટ કરે છે પણ કેટલાક હરામી લોકો પણ છે જે ખજુરભાઈને પીઠ પાછળ ખંજર ગોપે છે એવાજ કેટલાકે માણસો કે જેમણે ખજુરભાઈ જોડે ફ્રોડ કર્યું હતું ને તે લોકોએ ખજુરભાઈ પાસેથી નકલી બિલ બનાવીને પૈસા પડાવ્યા હતા.