ગુજરાતમાં ખજૂર ભાઈ ના નામથી પ્રખ્યાત વ્યક્તિ નીતિનભાઈ જાની આજે ગુજરાતના ખૂણે ખૂણે જઈને દરેક લોકો ની ખૂબ જ સેવા કરતા હોય છે. નીતિનભાઈ જાની ને લોકો ખજૂર ભાઈ ના નામથી ઓળખે છે. ખજૂર ભાઈ ના વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થતા હોય છે. ખજૂર ભાઈએ લગભગ 200 થી પણ વધુ ગરીબ લોકોને ઘર બનાવીને મદદ કરી છે.
ખજૂર ભાઈ એ એવું કહ્યું છે કે તે તેની કમાણીના કેટલોક કિસ્સો ગરીબો પાછળ ખર્ચ કરે છે અને ખજૂર ભાઈ ની મુખ્ય આવક એ છે કે તે વિડીયો બનાવીને કમાણી કરે છે. ફરી પાછા ખજૂર ભાઈએ એક વૃદ્ધ દાદા ની એવી સેવા કરી કે જેને સાંભળીને તમે લોકો પણ રડી પડશો. જાણવા મળ્યું કે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નેસવાડ ગામમાં જાદવ દાદા કરીને મણિશંકર પંડ્યા રહે છે.
તેઓની ઉંમર 70 વર્ષની છે જાણવા મળ્યું કે જાદવ દાદા એટલે કે મણિશંકર પંડ્યા પગેથી ચાલી શકતા નથી અને બંને પગેથી દિવ્યાંગ છે. તઓ જે ઘરમાં રહે છે તે ઘરમાં તે એકલા જ રહે છે. દિવ્યાંગ હોવા છતાં પણ ઘરનું બધું જ કામકાજ પોતાની જાતે કરે છે. દાદા ને ઘરમાં ખાસ એવી કોઈ સુવિધા નથી. તેઓ ને બાથરૂમ જવું હોય તો પણ ઘરની બહાર જાય છે.
રસોઈ બનાવવાથી માંડીને તમામ વસ્તુઓ દાદા દિવ્યાગ હોવા છતાં પણ તે પોતાની જાતે કરે છે. આ માહિતી મળતા ખજૂર ભાઈ દાદાની મદદ માટે દોડી આવ્યા હતા અને દાદા ના ઘરમાં ટોયલેટ, બાથરૂમ, અનાજ, ગેસ જેવી અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડીને એક ઉમદા કાર્ય કર્યું હતું. ખજૂરભાઈ દાદાના દીકરા બનીને આવીને તમામ જરૂરિયાતો પૂરી કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાદાની વ્યથા જોઈ તમારી આંખમાંથી પણ આંસુ વહી પડશે અને દાદા નું ઘર પણ સાવ ખખડધજ હાલતમાં જોવા મળે છે. આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો ખજૂર ભાઈને ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!