ખજુરભાઈ અને તેની ટિમ દુબઇ ના પ્રવાસે. સોમાકાકા અને ભીખાકાકા નો નવો લુક જોઈ ને તમારા પણ ઉડી જશે હોશ. જુઓ ફોટા અને વિડીયો.

નીતિનભાઈ જાની એટલે બધાના પ્રિય એવા ખજુરભાઈ. ખજુરભાઈ અને તેની ટિમ આખા ગુજરાત મા સેવા ના કાર્ય માટે પ્રખ્યાત છે. નીતિનભાઈ ને ગુજરાત ના સોનુ સુદ નું બિરુદ્દ મળેલું છે. તે તેના સેવા કાર્ય થી બધા લોકો ની ખુબ ને ખુબ મદદ કરતા નજરે ચડે છે. તેના યૂટ્યૂબ ના વિડીયો એટલા બધા ફની અને કોમેડી હોય છે કે બધા લોકો ખુબ જ પ્રિય લાગતા હોય છે. યૂટ્યૂબ મા ખાસ તો જિગલી અને ખજૂર ના વિડીયો ખુબ જ કોમેડી હોય છે અને બધા જોઈ ને હસી હસી ને બેવડા વળી જતા હોય છે. હાલમાં જ નીતિનભાઈએ એવું કામ આરંભ્યું હતું કે સૌ કોઈ તેના પ્રિય થઈ ગયા છે.

નીતિનભાઈ અને તેની ટિમ દુબઇ ના પ્રવાસે હાલમાં ગયેલ છે. તે તેના કામ ના સેલિબ્રેશન માટે દુબઇ ના પ્રવાસે જોવા મળે છે. ગયા વર્ષે ગુજરાત માં એક ભયંકર વાવાઝોડું આવ્યું હતું તે દરમિયાન ગુજરાત ના કેટલાક ગામોમાં બહોળા પ્રમાણ માં ખુબ જ તારાજી સર્જાઈ હતી. અને લોકો ના ઘરો અને ઝુંપડા બધું જ તબાહ થઈ ગયા હતું. આ તૌકતે વાવાઝોડુ જયારે ગુજરાત માં આવ્યું ત્યારપછી ખજુરભાઈ એ એક સુંદર કાર્ય આરંભ્યું હતું. ખજુરભાઈ અને ટિમ દ્વારા જેટલા ઘરો ને નુકસાન થયું હતું. તે બધાજ ઘરો ને ફરીથી બનાવીને આપવાનું કાર્ય આરંભ્યું હતું અને તે અને તેની ટીમે ગુજરાત મા 200 ઘરો ને ફરીથી બનાવીને આપવામાં આવ્યા છે. અને આ ખુબ જ ઉમદા કાર્ય કરીને લોકો ના દિલ જીતી લીધા છે.

આ સુંદર કાર્ય ને પૂરું કાર્ય બાદ અત્યારે સેલિબ્રશન માટે ખજુરભાઈ અને તેની ટિમ દુબઇ ના પ્રવાસે જોવા મળે છે. તેમાં ખાસ કરીને તેની ટીમના સોમા કાકા અને ભીખા કાકા ખાસ એવા ચર્ચા માં જોવા મળે છે. કારણકે દુબઇ જઈને બન્ને નો લુક બધા ને સુંદર લાગી રહ્યો છે. નીતિનભાઈ એ સોમાકાકા અને ભીખાકાકા નો લુક બદલી નાખ્યો છે જે ભીખાકાકા એ 60 વર્ષ થી પેન્ટ પેહર્યું નથી.અને તે ચોયણી પહેરતા હતા તેને સૂટ બુટ માં તૈયાર કરી ને વિદેશી બનાવી દીધા છે અને ઉપર થી ચશ્મા પેરાવ્યા છે એક નજર માં જોઈ ને કોઈ ઓળખી ના શકે એવા તૈયાર કરી દીધા છે.

આ બધા ફોટા નીતિનભાઈ એ તેના સોશિયલ મીડિયા પર મુકેલ જોવા મળે છે. આ ઉપરાંત નીતિનભાઈ એ તેના ઘણા વિડીયો પણ યુ ટ્યૂબ પર મુકેલા છે જેમાં આબુધાબી એરપોર્ટથી લઈને તેમના દુબઈ પ્રવાસ સુધીના તમામમાં વિડીયો શેર કરેલા છે. અને તેના ફેન્સ દ્વારા ખુબ જ જોવા મા આવી રહ્યા છે.તે અને તેની ટિમ દુબઇ મા ખુબ જ મજા કરી રહી છે અને ટીમ મેમ્બર્સ પોતાના દુબઈ પ્રવાસ દરમિયાન બુર્જ ખલીફા અને સ્કાય વોક એટલાન્ટિસ હોટેલ પાલ્મ વ્યૂ ની પણ મજા લે છે. તેવા ફોટા અને વિડીયો નીતિનભાઈ એ શેર કરેલા જોવા મળે છે. . જુઓ વિડીયો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.