કીડીએ બતાવ્યું ટીમવર્ક,તેના સાથીયો માટે દીધી પોતાની કુરબાની, લોકો વીડિઓ જોઈ ને થયા ભાવુક….જુઓ વિડીયો
કેહવામાં આવે છે કે”જેઓ પ્રયત્ન કરે છે તેઓ કદી હાર માનતા નથી”જો તમે કોઈક વસ્તુ ને પૂર્ણ કરવાનું મક્કમતાથી વિચારી લ્યો અને તે દિશામાં મેહનત કરો તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે. કોઈક કામ કરવા માટે જૂથપણું પણ ખુબ જરૂરી છે. જયારે તમે જૂથ બનાવી ને કાર્ય કરોતો ધ્યેય જલ્દીથી પ્રાપ્ત થય છે. આવ જુથમાં આપણે કોઈક વાર થોડી કુરબાની પણ આપવી પડે છે. અહી પોતાના લાભ ને ભૂલીને કામ પૂરું કરવાને મહત્વ આપવામાં આવે છે. કીડીમાં આવી બધી ખૂબીઓ કુટી કુટીને ભરેલી હોય છે.
કીડી એ સંસારમાં સૌથી નાના પ્રાણીમાંથી એક છે.કીડી ભલે નાની હોય પણ,તે તેના વજન નો ૧૦ ગણો ભાર ઉચકવામાં સક્ષમ હો છે. કીડી એક સામાજિક પ્રાણી હોય છે અને તે જુંડ બનાવીને રેહવાનું પસંદ કરે છે. તેવોના જીવનનો મુખ્ય ઉદેશ એ પોતાના માટે જમવાનું એકત્રિત કરવાનો હોય છે. ખોરાક ની શોધમાં તે અહી થી અહી ભટકતી હોય છે. તે બોવ જ શિસ્તબ્ધ હોય છે.તે હંમેશા લાઈનમાં ચાલતી હોય અને જુથમાં સયુક્ત પણે કામ કરતી હોય છે.
થોડાક દિવસથી કીડીનો એક વીડિઓ સોશિયલ મીડિયામાં ખુબ ફેલાય રહ્યો છે. આ વીડિઓમાં કીડીનું સયુંકતપણું ,મેહનત અને કુરબાની બતાવવામાં આવે છે. વીડિયો માંથી જોઈ શકો છો કે અમુક કીડીઓ એ પાંદડા પર ચડવા માંગે છે પરંતુ તે પાંદડાની ઉચાઇ વધારે હોવાથી તે તેવું કરી શકતી નથી. જયારે વારંવાર ચડવામાં સફળતા પ્રાપ્ત નથી થતી તો એક કીડીને વિચાર આવે છે. તે કીડી એ બાકીની કીડીના કાનમાં જાઈને કઈક કહે છે.
ત્યારબાદ કીડીઓ એ એક બીજા પર ચડીને નિસરણી બની જાય છે. તેવો એક બીજાનો સહારો લઇને ઉચ્ચાઈ પર સ્થિત પાંદડા પર ચડી જાય છે. પરંતુ આ દરમિયાન એક કીડી એ એકલી નીચે રહી જઈ છે. તેણે પાંદડા પર ચડવા માટે કોઈ સાથી બચતો નથી. આમ તમે કહી શકો કે પોતાની ટીમના ધ્યેય પ્રાપ્તિ માટે તે કીડીએ પોતાનું બલિદાન આપ્યું. કીડીની આ કુરબાની જોઈ ને સોશિયલ મીડિયામાં બધા ખુબ દુખી થય રહ્યા છે. તેઓને પાછળ રહી ગયેલી કીડી માટે ખુબ દુઃખ થાય છે.
આ વિડીયો twitter માં Holy Cow નામના એકાઉન્ટ માંથી શેયર કરવામાં આવ્યો. આ વીડિઓ ખુબ વાયરલ થય રહ્યો છે લોકો આ વીડિઓ જોવાનું પસંદ કરે છે. આ વિડીયોને ૬૩ લાખથી પણ વધુ લોકોએ આ વિડીયો જોઈ લીધો છે. વિડીયો જોઈને લોકો અલગ અલગ કોમેન્ટ પણ કરે છે. કોમેન્ટ માં એક વ્યક્તિ લખે છે કે’આપણે આ કીડીયો માંથી કઈક શીખી શકીએ છીએ’એમ જ એક વ્યક્તિ એ એમ લખ્યું કે ‘મને પાછળ રહી ગયેલી કીડી માટે બોવ દુઃખ થાય છે.’ પછી એક લખે છે કે ‘જેણે બધા ની મદદ કરી એની મદદ કોઈએ ના કરી ‘એવી જ રીતે એક કહે છે કે ‘છેલ્લી વધેલી કીડી સાથે ખોટું થયું’આમ લોકો એ આ વિડીયોમાં અલગ અલગ પ્રતિક્રિયા આપી.