કિંગ ઓફ સાળંગપુર ! દાદા ના મુખ નું કરાયું ભવ્ય સ્વાગત 54-ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત થયા બાદ સાત કિલોમીટર દૂરથી, જુઓ વિડીયો.
આપણા ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર હનુમાનજી દાદાનું ધામ ખૂબ જ પ્રખ્યાત છે. ભક્તો અહીં દૂર દૂરથી શ્રદ્ધા અને આસ્થા સાથે હનુમાનજી દાદાના દર્શન કરવા આવે છે અને દાદાની સામે પોતાનું શીશ નમાવીને મનોકામના પૂર્ણ કરતા હોય છે. હવે સાળંગપુર ધામમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે.
કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત હનુમાનજી દાદા ની 54 ફૂટ ઊંચી મૂર્તિ સાળંગપુર ધામમાં સ્થાપિત કરવામાં આવશે. આ બાબતે જાણીએ તો મૂર્તિને બનાવવાની કામગીરી પુરજોસમાં ચાલી રહી છે. આ 54 ફૂટ ઊંચી મૂર્તિ બનાવવાનું કામ હરિયાણા રાજ્યના માનસરમાં ચાલી રહ્યું છે. તે પૈકી અગાઉ મૂર્તિના પગ અને છાતીનો ભાગ આવી ગયેલ હોવાથી તેનું ફીટીંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
અને હાલ કુંડળધામમાં હનુમાનજી દાદાના મૂર્તિના મુખ અને છાતીના ભાગનું સ્વાગત કરવામાં આવ્યું છે. કુંડળધામમાં હનુમાનજી દાદા ના મૂર્તિ ના મુખ અને છાતીનો ભાગ પહોંચતા દાદાની મૂર્તિ ના મુખ નું વિધિવત રીતે પૂજન અને આરતી કરીને ત્યારબાદ તેને સાળંગપુર ખાતે લઈ જવામાં આવશે. આ મૂર્તિની વિશેષતા જાણીએ તો આ કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ અંતર્ગત 1,35,000 સ્ક્વેર ફૂટ ની વિશાળ જગ્યામાં સ્થાપિત કરવામાં આવશે.
13 ફૂટ ઊંચા બેજ ઉપર 54 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાતા ભક્તો સાત કિલોમીટર દૂરથી પણ હનુમાનજી દાદા ની મૂર્તિના દર્શન કરી શકશે અને આ સાથે જ હવે સાળંગપુર ધામ એક પર્યટક સ્થળ બની ગયું છે. ત્યાં આવતા ભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલી છે અને દિનપ્રતિદિન ભક્તોનો જમાવડો ખૂબ જ વધતો જાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!