યુવતી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી કરનાર ભુવા માટે કીર્તિ પટેલે કહી વિવાદિત વાત પ્રેમતો ભુવાને પણ થાય….

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી જે રીતે ગુજરાતમાં મહિલા સાથે થતા દુષ્કર્મ અને મહિલા સાથેના અપરાધમાં વધારો થઇ રહ્યો છે આ ઘટના સમાજ માટે ખતરાની ઘંટી સમાન છે અને લોકો માં હવે મહિલા સુરક્ષા અને મહિલા સહશક્તિ કારણનો વિચાર પ્રબળ બન્યો છે લોકો સરકાર સમક્ષ અપીલ કરી રહ્યા છે કે મહિલા ના રક્ષણ અને મહિલા સાથે અપરાધ કરતા અપરાધીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા લોકોને ઝડપી સજા મળે તે માટે નવા નિયમ અને કાનૂન ની માંગ થઇ રહી છે.

આપણે સૌ જાણીએ જાણીએ છીએ કે પહેલા સુરતમાં ગ્રીષ્માની હત્યા અને હવે જે રીતે આસ્થાના ના નામે મહિલા શોષણ કરતા ભુવાના કાળા કરતૂત બહાર આવ્યા છે તેના કારણે દરેક વ્યક્તિ આ ભુવા ની ચર્ચા કરી રહ્યા છે. જાણકારી માટે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા એક મહિલા પોલીસ સ્ટેશન જઈને ઝેરી દવા પીને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે સમય રહેતા પોલીસે મહિલાનો જીવ બચાવી લીધો હતો. જે બાદ પોલીસે મહિલાની પૂછપરછ કરી અને તેની આત્મ હત્યા કરવા માટે ના કારણની તપાસ કરી તે બાદ પોલીસ ને જે જાણવા મળ્યું તેને લઈને સૌ કોઈ ચોકી ગયા.

જણાવી દઈએ કે મહિલાએ પોલીસને એક ભુવા વિશે જણાવ્યું હતું કે જેનું નામ સુરજ સોલંકી છે. મહિલાએ કહ્યું કે તે આશરે 10 મહિના પહેલા ભુવા પાસે જોવડાવવા ગઈ હતી જે પછી ભુવાએ તેને પોતાનો નંબર આપ્યો અને તેમની વચ્ચે રોજ વાતો થવા લાગી જે બાદ આ ભુવાએ મહિલાને લગ્નનું આશ્વાસન આપીં ને 10 મહિના સુધી મહિલા સાથે દુષ્કર્મ કર્યું જેના કારણે મહિલા ગર્ભવતી પણ થઇ જો કે બાબત અંગે જાણ થતા ભુવાએ મહિલાને ગર્ભપાત ની દવા આપી અને મહિલાને છોડી ને ચાલ્યો ગયો.

જે બાદ મહિલાએ આત્મ હત્યા નો નિર્ણય લીધો જણાવી દઈએ કે આ ઘટના બાદ પોલીસે તપાસ શરુ કરી છે લોકો પોતાની પ્રતિક્રિયા પણ આ મુદ્દે આપી રહ્યા છે તેવામાં ટીક ટોક સ્ટાર કીર્તિ પટેલ પણ હવે મેદાનમાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં થોડા દિવસથી કીર્તિ નું નામ અપરાધની દુનિયામાં ઘણું વિકાસ પામ્યું છે. તેવામાં હવે ફરી કીર્તિ ભુવા મુદ્દે વિવાદમાં જે નિવેદન આપ્યું છે તેના કારણે ચર્ચામાં છે.

જણાવી દઈએ કે કીર્તિ અને વિવાદ ને જૂનો સંબંધ છે થોડા સમય પહેલા જ કીર્તિ હત્યાની ધમકીને મુદ્દે પોલીસ સ્ટેશન ના ચક્કર લગાવી ચુકી છે તેવામાં થોડા દિવસમાં તેના પર બે ગંભીર આરોપ લાગ્યા છે તેવામાં પહેલા અમદાવાદમાં એક યુવતિને લોખંડ ના પાઇપ દ્વારા મારવાનો અને ત્યાર બાદ ફ્લાઈટમાં માસ્ક પહેરવા મુદ્દે થયેલ મહિલા કૃ અને ઍરહૉસ્ટેસ સાથે ખરાબ વ્યવાર અને મારામારી ની ઘટના ને લઈને પોલીસ તપાસ ચાલી રહી છે. તેવામાં એવી પણ માહિતી મળી છે કે જાહેરમાં કીર્તિ દ્વારા કરવામાં આવેલા અપમાનના કારણે તે ફ્લાઇટ ની મહિલા એરહોસ્ટેસે નોકરી પણ છોડી દીધી છે.

આ ઉપરાંત વેન વિભાગ દ્વારા પણ ઘૂવડ સાથે ના કીર્તિ પટેલ ના ફોટાને લઈને તેના પર 25 હજાર રૂપિયા નો દંડ કરવામાં આવ્યો હતો તેવામાં લોકો એમ પણ કહે છે કે સોશ્યલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ વધારવા માટે કીર્તિ સતત આવા વિવાદોમાં રહ્યા કરે છે અને હવે ફરી કીર્તિ વિવાદમાં ફસાઈ છે. કીર્તિએ સોસ્યલ મીડિયા પર લાઈવ થઈને કહ્યું કે છેલ્લા દસ મહિનાથી બંને સાથે રહેતા હતા તો હવે શું થયું કે આવું કામ કરવું પડ્યું. તેમણે વધુમાં કયુંકે તેને બીજા પણ ઘણા લફડા હતા માટે તેણે આવું પગલું ભર્યું તેનું મન ભરાઈ ગયું હોઈ તેવું લાગે છે. ભુવા માટે કીર્તિએ કહ્યું કે ભુવો પણ માણસ છે.

તેને પણ પ્રેમ થાય પરંતુ લોકોની ભાવના સાથે ચેડાં ના કરાય કે કોઈના શરીરનો ખોટો ઉપયોગ ન કરાય જીવનમાં પ્રેમ જરૂરી છે પરંતુ યુવતી સાથે આવું ન કરાય આ ઘટના ને કારણે એવું લાગે કે મન ભરાઈ ગયું એટલે યુવતી ને છોડી દીધી યુવતીના માતા પિતા પણ નથી અને તે હવે એકલી થઇ ગઈ છે. તે ઘરની કે ઘાટની ન રહી તેનું જીવન બરબાદ થઇ ગયું અને લાઈવમાં કીર્તિએ કહ્યું કે ધારાને કીર્તિ પટેલ સાચવશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.