Gujarat

વિવાદોમાં ફસાયેલ કીર્તિ પટેલનો ફરી વીડિઓ વાયરલ પોતાના વિવાદોને લઈને ઘણી ગંભીર વાતો કહી અને જે કહ્યું તેને સંભાળીને

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં સોસ્યલ મીડ્યાનો લોકો દ્વારા ઘણા બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આપણે સૌ જાણીએ છીએ એક સોસ્યલ મીડયા માધ્યમ દરેક વ્યક્તિ માટે એક સમાન અને સવંત્ર માધ્યમ છે. તેવામાં લોકો સોસ્યલ મીડ્યાના વિવિધ માધ્યમ પર પોતાની આવડત બતાવીને ફેમસ થતા હોઈ છે.

આપણે અહી જે યુવતી વિશે વાત કરવાની છે તે પણ સોસ્યલ મીડયા પર ઘણી ફેમસ છે અને ઘણી મોટી લોક ચાહના ધરાવે છે પરંતુ હાલમાં તેમનું નામ અનેક ખોટા કામો માં અને ગુંડા જગત માં વધુ જોવા મળે છે આપણે અહી કીર્તિ પટેલ વિશે વાત કરવાની છે આપણે સૌ જાણીએ છીએ કે તેઓ સોસ્યલ મીડયા પર ઘણા લોક પ્રિય છે પરંતુ હાલમાં અનેક વિવાદમાં ફસાયેલ કીર્તિએ પોતાનો એક વીડિઓ સોસ્યલ મીડયા પર મુક્તા વાયરલ થઇ રહ્યો છે.

જાણકારી માટે જણાવી દઈએ કે કીર્તિ પટેલ પણ હાલમાં અનેક વિવાદ ચાલે છે જેમાં ફ્લાઈટ માં એરહોસ્ટેસ સાથે થયેલ લડાઈ ઉપરાંત અમદાવાદ માં એક યુવતી ને લોખંડ ના પાઈપ દ્વારા કરવામાં આવેલ હુમલો અને પ્રતિબંધિત ઘુવડ સાથે ફોટાઓવગેરે સાથો સાથ હાલમાં ઘણો જ ચર્ચિત એવા ભુવાના બનાવને લઈને તેમણે જે વાત કહી તે વિવાદનું કારણ બની.

જે ને લઈને હાલમાં જ કીર્તિ પટેલે સોસ્યલ મીડયા પર વીડિઓ અપલોડ કરીને જણાવ્યું છે કે તેમને છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. તેમનેમાનસિક રીતે પ્રતાડિત કરવામાં આવતા હતા અને જયારે પણ ઇન્સ્તાગ્રામ પર લાઈવ આવતા ત્યારે તેમને મારવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

ઉપરાંત કીર્તિએ જણાવ્યું કે અમુક લોકો તેમને અને તેમના માતા પિતા સામે પણ ગાળો બોલતા અને ન કેવાના શબ્દો કહેતા જેમાં તેમણે અમુક લોકોના નામ આપતા કહ્યું કે પોરબંદર ના કરણ અને નાગરાજ નામના બે ભાઈઓ અવાર નવાર તેમને મારવાની ધમકીઓ આપે છે. ઉપરાંત જે યુવતીને લોખંડા સળિયા વડે મારવાનો પણ વિવાદ છે.

તેને લઈને કીર્તિએ જણાવ્યું કે અમદાવાદમાં રહેતી કોમલ સોસ્યલ મીડયા લાઈવ દ્વારા તેમનેગાળો આપતી અને મારવાની ધમીકો આપતી. ઉપરાંત જે પણ વાત પોતે કહી રહ્યા છે તેને લઈને તેમની પાસે સબુત પણ છે તેવું કીર્તિ વધુમાં જણાવે છે. પોતાની બેબાક બોલીને કારણે જાણીતી કીર્તિએ જણાયું કે આવું તે એટલા માટે કરે છે કે લોકો ને સાચા ખોટા અંગે ખબર પડે.

ઉપરાંત ભરતનામના યુવક અંગે કીર્તિએ જણાવ્યું કે આ યુવકની ગાડી કોમલે તોડીને વીડિઓ પણ બનાવ્યો તથા સોસ્યલ મીડયા પર શેર કર્યો. જો કે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત પોતાના એરોપ્લેન વિવાદને લઈને પોતે અન્ય યુવકની મદદ કરતી હોવાનું જણાવ્યું અને કહ્યું કે આ બબાલ મારી છે જ નહિ. સાથો સાથ જણાવી દઈએ કે થોડા સમય પહેલા ભૂવાના બનાવ ને લઈએ કહ્યું કે ભૂવો પણ માણસ છે તેની પણ લાગણી છે પ્રેમ તેને પણ થાય ઉપરાંત યુવતી વિશે જણાવ્યું કે તે યુવતીને પહેલા પણ ઘણા લફડા હતા અને હવે મન ભરાઈ જતા આવું કર્યું હશે. પરંતુ પ્રેમના નામે કોઈનું જીવન બરબાદ ણ કરાઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *