રાજકોટ માં ‘સ્વર’ નામના લકઝરી બંગલો માં રહે છે કિર્તીદાન ગઢવી ! સુવિધા જોઈ મગજ નું થઇ જાય દહીં, જુઓ ખાસ તસવીરો.
ગુજરાતના ડાયરા ના કલાકાર કિર્તીદાનભાઈ ગઢવી ને આજે માત્ર ગુજરાત જ નહીં વિદેશમાં પણ ખૂબ લોકો તેના ચાહકો બની ગયા છે. કિર્તીદાનભાઈ ગઢવી નો જન્મ 23 ફેબ્રુઆરી 1975 ના રોજ આણંદ જિલ્લાના વાલોર ગામમાં થયો હતો. બારમું ધોરણ પાસ કર્યા બાદ વલ્લભ વિદ્યાનગર ખાતે કોલેજ નો અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ એમ.એસ. યુનિવર્સિટીમાં સંગીતની તાલીમ લેવા ગયા હતા.
અને તેઓ ધીરે ધીરે ઈશુદાનભાઈ ગઢવી સાથે બે વર્ષ સુધી અલગ અલગ લોકડાયરાના નાના મોટા કાર્યક્રમો કર્યા હતા. કિર્તીદાનભાઈ ગઢવીના જીવનનો સંઘર્ષ ખૂબ જ કપરો હતો તેને કહ્યું કે ક્યારેક એવો સમય હતો કે જ્યારે તેને ગાવાનો ચાન્સ મળતો પણ ન હતો. અમુક કલાકારો તેની સામે મોઢા બગડતા હતા. સ્ટેજ ઉપર બેસવા દેતા પણ ન હતા. પરંતુ ધીરે ધીરે કીરતીદાન ગઢવીનું નસીબ ખુલતા આજે તે ખૂબ જ વૈભવી જીવન છે.
તેના પરિવાર અને ઘરની વાત કરવામાં આવે તો કિર્તીદાનભાઈ ગઢવીના પરિવારમાં પત્ની સોનલ અને બે પુત્રો છે જેમના નામ ક્રિષ્ના અને રાગ છે. કિર્તીદાનભાઈ ગઢવીના ઘરની વાત કરીએ તો કિર્તીદાનભાઈ ગઢવી નું રાજકોટમાં આવેલું લક્ઝરીયસ ઘર ખૂબ જ અનોખું છે. ફેબ્રુઆરી 2016 માં તેમણે નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. તેના ઘરનું નામ સ્વર છે. આ રાજકોટમાં ઇન્ટિરિયર ડિઝાઇનર દર્શન પરમાર દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી.
ઘરમાં એકદમ નેચરલ વુડનો ઉપયોગ કરવામાં આવેલો છે. ઘરમાં એન્ટર થતા દરવાજાને નેચરલ વુડ અને ગ્લાસ હેન્ડલ દ્વારા ડિઝાઇન કરાયું છે. જેમાં થિયેટર અને અંદર બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ખુરશી અને ડાઇનિંગ ટેબલ ને પણ અલગ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવેલા છે. વોટરફોલ સામે મહેમાનોને બેસવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. કિર્તીદાન ભાઈ ગઢવીના લક્ઝરી બંગલોમાં લગભગ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. કિર્તીદાનભાઈ ગઢવી ની અમેરિકા, ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડમાં પણ ખૂબ જ ડિમાન્ડ રહે છે ઘણા બધા કાર્યક્રમો તે ત્યાં આપવા જતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!