રાજકોટ નો કિશન બન્યો ઇંગ્લેન્ડ નો જમાઈ ! વિદેશી ગોરી મેમ સાથે કરી હિન્દૂ રિવાજ પ્રમાણે સગાઈ, જુઓ ખાસ તસવીરો.
આપણા ભારતમાં અને ગુજરાતમાં યુવાનોમાં ખાસ કરીને એવા અનોખા કિસ્સા સામે આવતા હોય કે જેને સાંભળીને લોકો દંગ રહી જતા હોય છે. એટલે કે ક્યારેક ભારતીય યુવકને વિદેશી ગોરી મેમ સાથે પ્રેમ થતા બંને લગ્ન કરતા હોય છે અને એમાં આપણા ગુજરાતનું સૌરાષ્ટ્ર પણ એમાંથી પાછું પડે તેમ નથી. સૌરાષ્ટ્રના રાજકોટ શહેરના એક યુવાનને ઇંગ્લેન્ડની એક ગોરી મેમ સાથે પ્રેમ થઈ જતા બંને એ રવિવારના રોજ ભારતીય રીતરિવાજ પરિવાર પ્રમાણે સગાઈ કરી છે.
વધુ વિગતે વાત કરવામાં આવે તો રાજકોટમાં રહેતા વૈદ્ય પરિવારનો કિશન પાછલા વર્ષોમાં અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો અને ત્યાં અભ્યાસ કરતા સમયે એલી નામની યુવતી સાથે તેની મુલાકાત થઈ મુલાકાત મિત્રતામાં બદલાય મિત્રતાનો સંબંધ ધીરે ધીરે પ્રેમ પ્રકરણમાં બદલાયો બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. ત્યારબાદ પરિવારજનોને બંનેના પ્રેમ સંબંધ વિશે વાત કરી.
પરિવારની સહમતિ થઈ અને બંનેએ સગાઈ કરવાનો નિર્ણય લીધો. આથી એલીનો પરિવાર રાજકોટ શહેરમાં સગાઈ કરવા માટે આવ્યો. હિન્દુ રીતે રિવાજ પ્રમાણે, સંસ્કૃતિ પ્રમાણે રવિવારના રોજ ગૌર મહારાજની હાજરીમાં મંત્રોચ્ચાર દ્વારા સગાઈ કરવામાં આવી. ખાસ વાત એ હતી કે એલીનો પરિવાર પણ ગુજરાતી કપડામાં સુંદર લાગી રહ્યો હતો. સગાઈની તમામ વિધિ જેમા હાથમાં શ્રીફળ મૂકવું, ચુંદડી ઓઢાડવી, છાબ ભરવી, પગમાં પાયલ પહેરાવી વગેરે દરેક વિધિઓ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી.
એલી પણ ભારતીય અને ગુજરાતી કપડામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. સોશિયલ મીડિયામાં આ બંનેનો કિસ્સો ખૂબ લોકોને પસંદ આવી રહ્યા છે. જેના કેટલાક ફોટા પણ જોઈ શકાય છે. નાત-જાત ધર્મ, દેશ વગેરેનો ભેદભાવ ભૂલીને દેશ-દેશ વચ્ચે અનોખો સંબંધ બંધાયો છે. લોકો આ બંનેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!