કિશન ભરવાડના પરિવાર સાથે આખું રાજ્ય! આ ખાસ વ્યક્તિએ લીધી તેમની દિકરી ની જવાબદારી જાણો કોણ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતે જાતિ, ધર્મના ભેદ છોડી ને દરેક ને સમાન રીતે જોયા છે. ગુજરાત માં વસતા દરેક લોકો ફક્ત દેશ અને રાજ્યના વિકાસ તથા લોકોના વિકાસ માટે જ કાર્ય કરતા જોવા મળે છે. અહીં લોકો અનેક ભેદભાવ ભૂલીને સાથે મળીને રહેતા હતા.
તેવામાં રાજ્યના શાંત અને વિકાસ તથા સામ્પ્રદાઇક સદભાવ ના વાતાવરણ ને બગાડવાનુ કામ બે વિધર્મિ લોકો દ્વારા કરવામાં આવ્યું છે કે જ્યાં બે વિધર્મિ લોકોએ જેહાદ ના ઇરાદે અને મૌલાના ના ભડાકાઉ ભાસણો સંભાળી ને જેહાદ કર્યો છે અને અમદાવાદ ના ધંધુકા માં રહેતા કિશન ભરવાડ નામના યુવકની દગાથી હત્યા કરી છે.
આ ઘટના બાદ આખા રાજ્યમાં લોકોમાં રોષ અને દુઃખની ભાવના છે. લોકોમાં ઘણો રોષ જોવા મળે છે છતા પણ લોકો દેશની ન્યાય વ્યવસ્થા પાસે કિશન ભરવાડના હત્યારાઓને જલ્દી અને આકરી સજા મળે તે માટે માંગ કરી રહ્યા છે. કિશન ભરવાડ ની હત્યાને લઈને સૌ કોઈ દુઃખી છે. આ ધટનાનિ નિંદા દરેક લોકો કરી રહ્યા છે.
સાથો સાથ લોકોમાં કિશન ભરવાડના પરિવાર ને લઈને પણ ચિંતા છે જણાવી દઈએ કે ઝેરોક્સની દુકાન ચલાવી કિશન ભરવાડ ઘરને ચલાવતા હતા. તેવામાં તેમની હત્યા બાદ લોકોને તેમના પરિવાર ની ચિંતા છે. જેમાં પણ સૌ કોઈ તેમની પુત્રીને લઈને વધુ ચિંતિત છે. જણાવી દઈએ કે કિશન ભરવાડ ની હત્યા કરવામાં આવી ત્યારે તેમની પુત્રી માત્ર 20 દિવસની જ હતી તેવામાં દરેક લોકોની સાંત્વના કિશન ભરવાડ અને તેમના પરિવાર સાથે છે.
જો કે હાલમાં જે માહિતી મળી રહી છે તે ઘણી સારી બાબત છે. એક વ્યક્તિએ કિશન ભરવાડ ની દીકરીના શિક્ષણથી લઈને લગ્ન સુધીને તમામ જવાબદારી ઉપાડવાનૂ જણાવ્યું છે જો વાત આ વ્યક્તિ વિશે કરીએ તો ભરવાડ સમાજના એક મોભી અને માલધારી સમાજના ભામાશા તરીકે પણ ઓળખાતા ભરવાડ સમાજના દાનવીર વિજયભાઈ ભરવાડે આ જવાબદારી ઉપાડી છે.
જો વાત વિજય ભાઈ ભરવાડ વિશે કરીએ તો જણાવી દઈએ કે તેઓ માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ છે ઉપરાંત ગોકુલ ડેવેલોપર્સના બેનર નીચે રિયાલિટી સેક્ટર સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત વિજય ભાઈ ખેતી અને પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. જો વાત તેમના સેવાકિય કર્યો અંગે કરીએ તો તેઓ આરોગ્ય કેમ્પ અને વૃક્ષારોપણ, બ્લેડ ડોનેશન કેમ્પ ઉપરાંત અનાજ વિતરણ, વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ ને લાગતા અનેક સામાજીક કર્યો કરે છે.
જણાવી દઈએ કે વિજય ભાઈ ભરવાડ ફક્ત ભરવાડ સમાજ માટે જ નહીં પરંતુ દરેક સમાજ અને જ્ઞાતિઓ માટે અનેક સેવાના કાર્ય કરે છે. તેમાં પણ તેઓ ખાસ કરીને યુવાઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ લાવવાનું કામ કરે છે. જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ વિજયભાઈ ભરવાડે ખુદ ધંધૂકા આવીને કિશન ભરવાડ ની દિકરી ની જવાબદારી ઉપાડી હતી. તેમના આ કાર્યને લઈને સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે.