GujaratIndiaNational

કિશન ભરવાડ ના હત્યારાઓ ને ફાંસી આપવા માંગ નહીંતો કરણી સેનાના રાજ શેખાવતે કહીંયુ એવું કે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે છેલ્લા થોડાક સમયથી ગુજરાત નું વાતાવરણ ગરમાયેલ છે. કારણકે થોડા સમય પહેલા જ બે વ્યક્તિઓ દ્વારા ધંધુકા ના કિશન ભરવાડ નામના યુવકની ગોળી મારી ને હત્યા કરી હતી. જે બાદ તપાસ માં માલુમ પડ્યું હતું કે આ બંને વિધર્મિ લોકો હતા કે જેમણે મૌલાના ના ભડકાઉ ભાષણો ના કારણે કિશન ભરવાડ ની એક ધાર્મિક પોસ્ટ ને લક્ષ માં લઈને તેમની હત્યા કરી હતી.

જે બાદ પોલીસ તપાસ માં આ હત્યા ના તાર પાકિસ્તાન અને દિલ્હી ના મૌલાના સુધી પહોંચતા હાલ પોલીસ દ્વારા તમામ આરોપીઓ ની ધરપકડ કરી છે જે બાદ સ્લિપરશેલ અંગે ના દાવાઓ પણ સામે આવ્યા છે. જે ઘણો ચિંતાનો વિષય છે. એક તરફ જ્યાં આખું ગુજરાત કિશન ભરવાડ ના નિધન ના કારણે દુઃખી છે તો બીજી બાજુ બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે પણ કિશન ભરવાડ ના મૃત્યુ પર શોક પ્રકટ કર્યો છે.

હાલમાં મળતી માહિતી અનુસાર હવે આ બનાવ માં કરણી સેના પણ મેદાને આવી છે. અને કિશન ભરવાડ ના પરિવાર ને મદદ કરવાની વાત કરી છે. જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત એકમના પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવત કિશન ભરવાડના પરિવારને મળવા ગયા હતા. આ સમયે તેમણે જે વાતો કહી તે હિંમત આપનાર અને કિશન ભરવાડ ના હત્યારાઓ ને ડરાવે તેવી હતી. આ મુલાકાત નો એક વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઍક તરફ જ્યાં લોકોમા કિશન ભરવાડ ના મૃત્યુ ને લઈને શોક માં છે તો બીજી બાજુ તેમના આરોપીઓ ને જલ્દી અને આકરી સજા મળે તે માટે પણ અપીલ કરી રહ્યા છે. આ જ બાબતને લઈને રાજ શેખાવતે જાહેરમાં જણાવ્યું કે કિશન ભરવાડના હત્યારાઓને ફાંસી થવી જોઇએ. ઉપરાંત તેમણે આ જેહાદી ષડયંત્ર વિરુધ્ધ એ પણ જણાવ્યું કે ‘હિન્દુસ્તાન આપણું છે. જેને આવું કરવું હોય તે પાકિસ્તાન ચાલ્યા જાય’. આ ઉપરાંત કિશન ભરવાડ કેશ માં તેમણે સરકાર પાસે પણ માગ કરી છે કે કિશન ભરવાડના હત્યારાઓને ઝડપી ફાંસી આપો. ઉપરાંત તેમણે હુન્કાર પણ કરી કે જો આ હત્યારા ઓ ને ફાંસી નહીં મળે તો ગુજરાત અને ભારત બંધનું એલાન અપાશે.’

આ ઉપરાંત મીડિયા સાથે વધુ વાતચિત માં તેમણે અમુક ઘણી બાબત જણાવી જેમકે કિશન ભરવાડ ના હત્યા ના કેશ ને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જોઈએ ઉપરાંત તેમના પરિવારને આર્થિક સહાય મળે તેવી માગ કરી. આ ઉપરાંત જ્યારે તેમને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આ બાબત અંગે જે વાત કહી તેના વિશે તેમના વિચાર જણાવવા કહ્યું ત્યારે રાજ શેખાવતે કહીંયુ કે તેઓ રાજકીય વ્યક્તિ નથી. ઉપરાંત તેમણે રાજકીય પક્ષો ને સલાહ પણ આપી કે તમામ પાર્ટીઓ કિશન ભરવાડ ના મૃત્યુ ના કેશ માં પોતાના રાજકીય રોટલા શેકવાનું બંધ કરે ઉપરાંત પીડિત પરિવારને ઝડપથી ન્યાય મળે તે માટે મદદ કરવા પણ જણાવ્યું.

ઉપરાંત રાજ શેખાવતે આ કેશ ને લઈને ભવિસ્ય માટે શું વિચાર છે તે અંગે પણ જણાવ્યું કે જો કિશન ભરવાડ ના હત્યારાઓ ને સજા આપવામાં કોઈ કચાસ રહી તો આ બાબત ને લઈને કરણી સેના ગુજરાત અને ભારતને બંધ કરાવી શકે છે. જો કે તેમણે હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરી ને જોઈને કિશન ભરવાડને ઝડપી ન્યાય મળશે તેવી આશા પણ વ્યક્ત કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *