માનવતા નું રૂપ ! કિશન ભરવાડ ના મૃતયુ બાદ પરિવાર ની માઠી હાલત પત્નીએ હોશ ગુમાવ્યો જયારે માતા પિતા….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે કુદરત દ્વારા દરેક વ્યકતિને એક સમાન માનવી બનાવીને ધરતી ઉપર મોકલ્યા છે જોકે ધરતી પર માનવ રૂપમાં જન્મેલા અમુક લોકો દ્વારા પોતાની માનવતા ભૂલવામાં આવી છે. લોકો દ્વારા પોતાના સ્વાર્થ માટે એક સમાન માનવીઓને અલગ અલગ ધર્મ અને દેશના નામે વહેંચવામાં આવ્યા છે. માનવી ની આવીજ અમાનવીય કૃત્ય ના કારણે દર વર્ષે અનેક લોકો ફક્ત ધર્મની આડમાં અને અન્યના ઉશ્કેરવા ના લઈને લોકોના જીવ લે છે. આવી ઘટનાઓ આખા વિશ્વમાં બને છે જેને લઈને નક્કર પગલાં લેવાની હવે ખાસ્સી જરૂર છે.
આપણે સૌ જાણીએ છીએ કે આવી જ બાબત ને લઈને હાલમાં ગુજરાત ના લોકોમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. કે જ્યાં 25 જાન્યુઆરી ના રોજ બે વિધર્મી લોકો દ્વારા એક સોશ્યલ મીડિયા પોસ્ટને લઈને અમદાવાદ ના ધંધુકા ના કિશન ભરવાડ નામના યુવકની તેમના જ ઘર પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ ને લઈને આખું રાજ્ય હચમચી ગયું છે. દરેક લોકો આ બાબતને લઈને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
સામાન્ય વ્યક્તિઓથી લઈને કલાકારો પણ કિશન ના આરોપીઓ ને જલ્દી સજા મળે તેવી માંગ કરી રહ્યા છે. જો કે આ ઘટના બાદ પોલીસ ટિમ દ્વારા ઘણી કુશળતા પૂર્વક કામગીરી કરવામાં આવી છે અને થોડા જ સમયમાં કિશન ભરવાડ ના આરોપીઓ ને પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ મામલે અમુક મૌલાના ને પણ પકડવામાં આવ્યા છે તથા અન્ય બાબતને લઈને તાપસ સારું છે.
હાલમાં દરેક લોકો એક સાથે કિશન ભરવાડ ના પરિવાર માટે ન્યાય ની માંગણી કરી રહ્યા છે. જો કે આ તમામ બાબતો વચ્ચે સૌથી કઠિન સમય કિશન ભરવાડ ના પરિવાર પર વીતી રહ્યો છે કે જ્યાં એક માતા-પિતાએ પોતાનો યુવાન પુત્ર, બહેનોએ પોતાનો ભાઈ, પત્નીએ પોતાનો પતિ જયારે માત્ર 22 દિવસની પુત્રીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. જેના કારણે પરિવારની હાલત ઘણી શોકમય છે.
હાલમાં આખો પરિવાર ધંધુકા- લીમડી હાઇવે પાસે આવેલા એક ગામ ચાચાણા ના પોતાના મૂળ ઘરે છે. કે જ્યાં એક વરંડો છે અને એક નાની ઓરડી છે. અહીં લોકો કિશન ભરવાડ ના પરિવાર સાથે મુલાકત કરવા અને પોતાની સાંત્વના પાઠવવા આવી રહ્યા છે. આ નાની રૂમમાં કિશન ભરવાડ ના પત્ની મૂર્છિત પડ્યા છે. પતિના એકા એક મૃત્યુના કારણે તેમના પત્ની પોતાનો હોશ ખોઈ બેઠા છે અને વારેવારે મૂર્છિત થઇ જાય છે. જયારે પણ ભાનમાં આવે કે પતિને યાદ કરી રડવા લાગે. અને ફરી પોતાનો હોશ ખોઈ બેઠે છે. બીજી તરફ તેમની માત્ર 22 દિવસ ની પુત્રી પણ છે કેજે આ સમગ્ર બનાવથી અજાણ સુઈ રહી છે.
જોકે હાલમાં કિશન ની પુત્રી નો ખ્યાલ તેની બહેનો રાખે છે પરિવાર હવે એવા જ પ્રયત્ન કરી રહ્યું છે કે કિશન ની આ નાની બાળકી લોકોથી દૂર રહે જે જેથી તેને કોઈ પણ ઇન્ફેક્શન ન થાય. આ ઉપરાંત જો વાત કિશન ના પિતા વિશે કરીએ તો પુત્રના મોતના વિશાલ દુઃખને સહન કરતા તેમના પિતા આજ વરંડા ના આગળના ભાગમાં એક સફેદ મંડપ માં પુત્રની તસ્વીર પાસે બેઠા છે અહીં કિશન ભરવાડની એક મોટી તસ્વીર પણ લગાવવામાં આવી છે અને પાસે ફૂલ પણ છે.
કિશન ભરવાડના મોતથી પરિવાર ના સભ્યો ઉપરાંત અનેક લોકોને દુઃખ થયું છે માટે જાણીતા અજાણ્યા દરેક લોકો કિશન ના પિતા પાસે આવે છે અને પોતાની સાંત્વના પાઠવે છે. માથે આટલું મોટું દુઃખ હોવા છતાં કિશન ના પિતા દરેક લોકોનો હાથ જોડીને સાંત્વના સ્વીકારી રહ્યા છે. જણાવી દઈએ કે કિશન ભરવાડ અનેક માનવીય કામો સાથે જોડાયેલા હતા તેમણે ગરીબ અને નિસહાય લોકોને ભોજન કરાવવું ગમતું હતું તે લોકોની મદદ કરવામાં માનતા હતા તેમાં પણ આ કોરોના કાળમાં તેમણે અનેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી. જોકે તેઓ કોઈ હસ્તી કરતા ઓછા ન હતા. લોકો તેમની સાથે ફોટા પડાવવા ઘણા હરખમાં રહેતા હતા. આવા માનવીય વ્યક્તિને બે લોકો દ્વારા જે દગા દ્વારા હત્યા કરવામાં આવી છે તેને લઈને સૌ કોઈ દુઃખી છે.