ગુજરાત માં પડી મોટા લોક સેવક ની ખોટ અનેક શાળા ગૌશાળાઓ નું નિર્માણ કરાવનાર કિશોરચંદરબાવાશ્રી એ લોકો ને કહ્યા આખરી અલવિદા….

મિત્રો કુદરત એ માનવીને અનેક ગુણોથી ભરપૂર કરીને આ સંસાર પર મોકલ્યો છે મનુષ્ય પાસે અનેક પ્રકારની તાકાતો છે જોકે ભગવાન દ્વારા આવી તાકાત માણસ ને ફકત પોતાના માટે જ ઉપયોગ કરવા નથી આપી પરંતુ દરેક જરૂરિયાત મંદ લોકો ને મદદ કરવા માટે તેમને આ તાકાતનો ઉપયોગ કરવો તેવા સારા હેતુથી લોકોને અનેક પ્રકારની વસ્તુઓની સાથે તેમને દુન્યામાં મોકલ્યા છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ તેમ હાલમાં મનુષ્યો એટલા સ્વાર્થી થઈ ગયા છેકે તે પોતાનો જ વિચાર કરે છે.

જોકે સમાજ માં દરેક વ્યક્તિ તેવા હોતા નથી અમુક વ્યક્તિઓ તેવા પણ હોઈ છે જે પોતાની પાસે રહેલ તમામ વસ્તુ નો ઉપયોગ અન્ય માટે કરીને ફક્ત સમાજ સેવામાં અને લોકોના હિતમાં જ રસ દાખવતા હોઈ છે. આપડે અહીં એક એવાજ મહાન વ્યક્તિ વિશે વાત કરવાની છે કે જેમણે પોતાનું સમગ્ર જીવન વિવિધ રીતે અનેક લોકો અને પશુ ઓ માટે તેમની સેવા અર્થે આપ્યું. આપડે અહીં કિશોરચંદ્રજી મહારાજ વિશે વાત કરશું.

એક દુઃખદ માહિતી સામે આવી રહી છે મોટા સમાજ સેવક અને પશુ પ્રેમી જૂનાગઢ ની મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય કિશોરચંદ્રજી મહારાજ સવારે 11:30 વાગ્યા આસપાસ તેમનું શરીર પંચમહાભૂતો માં વિલીન થયું છે. તેમની ઉમર 84 વર્ષ હતી અને થોડા સમય પહેલા તેમને સારવાર માટે મુંબઈ પણ લઇ જવાય હતા જોકે તેમણે ટૂંકી બીમારી બાદ લોકોને અલવિદા કહ્યા.

તેમના અવસાન અંગે માહિતી મળતા ઘણા વૈષ્ણવો જૂનાગઢ તેમના દર્શન અર્થે પહોંચ્યા હતા. તેમના નિધન અંગે માહિતી આપતા સંસ્કાર સંસ્થાના ટ્રસ્ટી સંજય ભાઈ કોરડીયાએ કહ્યું હતું કે તેમની અંતિમવિધિ માટે યાત્રા બપોર ના સમયે 4 વાગ્યે નિકળી હતી. જેમાં હજારો લોકો જોડાયા હતા. લોકો તેમની અર્થી પસાર થતા પહેલા રસ્તા પર પવિત્ર જળ છાંટી ને ફૂલથી રસ્તો પણ બનાવ્યો. લોકો તેમની અર્થી પર અનેક જગ્યાએ થી ફૂલ પણ ચડાવતા હતા.

જો વાત કિશોરચંદરબાવાશ્રી ના પરીવાર વિશે કરીએ તો તેમાં તેઓ તેમની પત્ની કુંજલતાવહુજી, પુત્ર પિયુષબાવા, પુત્રવધુ પધ્મશ્રીવહુજી, પુત્રી કવિતારાજા અને પ્રિતીરાજા, પૌત્ર વ્રજવલ્લભબાવા અને પુણ્યશ્લોકબાવા અને પૌત્રી સ્વસ્તિરાજાબેટીજી છે. જો વાત તેમની સેવા વિષે કરીએ તો તેમણે સમગ્ર વિશ્વભર માં 230 થી વધારે પુષ્ટિ સંસ્કાર શાળા ખોલાવી હતી આ શાળાઓ ભારત સહીત અમેરિકા, કેનેડા, યુરોપ જેવા દેશો માં પણ કાર્યરત છે જેમાં 14000 થી પણ વધુ બાળકો હિન્દૂ સંસ્કૃતિ અને ભગવતગીતા અંગે જ્ઞાન મેળવે છે.

તેઓ પોતે પણ ગીતાજી થી ઘણા પ્રભાવિત હતા. તેમણે છપ્પનિયા દુષ્કાળ સમયે 200 થી પણ વધુ ગામોમાં પુરુષોત્તમલાલજી ગૌશાળા ખોલી હતી. જેનું સંચાલન જેતે ગામ ટ્રસ્ટ મારફતે કરે અને તે અંગે ખર્ચ યુવાનો બોન્ડપાર્ટી મારફત કરે તેવી વ્યસ્થા કરવામાં આવી હતી. તેઓ મૂળ કચ્છ માંડવી ગાદીના હતા. પરંતુ 4 દાયકા પહેલા તેમને જૂનાગઢની મોટી હવેલી ના ગાદીપતિ તરીકે તિલકવિધિ કરવામાં આવી હતી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *