ઉતરાયણ ની મજા માં આ કલાકારો પણ થયા મગ્ન જાણો કોણે કઈ રીતે ઉજવી ઉતરાયણ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે આ તહેવારોમાં દરેક વ્યક્તિઓ ખૂબ જ ઉત્સાહ અને જુસ્સાથી તમામ તહેવારો ઉજવે છે અને તમામ તહેવારો નો ખૂબ જ આનંદ લે છે આપણે સૌ જાણીએ છીએ કે હાલ ઉત્તરાયણનો પર્વ ચાલી રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આ પર્વ નાના બાળકોથી લઈને વૃદ્ધ વ્યક્તિઓ સુધી દરેકને ઘણું જ પસંદ આવે છે ઉતરાયણના દિવસે લોકો વહેલી સવારથી જ અગાસી પર ચડીને પતંગ ચગાવવા લાગે છે અને સ્વાદિષ્ટ વાનગીઓનો પણ આનંદ લે છે આપણે જાણીશું કે ગુજરાતના વિવિધ કલાકારો કઈ રીતે આ પર્વનો આનંદ માણયો તો ચાલો આ બાબત અંગે વધુ માહિતી મેળવીએ.
મિત્રો જો વાત લોકપ્રિય સિગર કે જેમની તાલ પર ફક્ત ગુજરાત જ નહીં પરંતુ આખા વિશ્વના ગુજરાતીઓ જુમે છે તેવા કિર્તીદાન ગઢવી અંગે કરીએ તો જણાવી દઈએ કે તેમણે પોતાની પત્ની સાથે પ્રેમનો પતંગ ચગાવ્યો. આ સમયે તેઓ ગોગલ્સ અને ટોપી પહેરેલા નજરે પડ્યા જ્યારે તેમના પત્ની ફીરકી પકડી ને ઉભા હતા.
અહીં વાત જો સૌથી નાની ઉંમરમાં લોકપ્રિયતા ના શિખરસર કરનાર કિંજલ દવે અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેમણે થોડા સમય પહેલા જ પવન જોશી સાથે સગાઈ કરી છે. અને તેમણે સાથે મળી ને પતંગ ઉત્સવ નો આનંદ પણ લીધો.
જ્યારે વાત લોકપ્રિય ગીતકાર ગીતા રબારી અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે ઉતરાયણ ના સમય માં લોકો અગાસી પર જે ગીતો વગાડે છે તેમાં ઘણા ગીતો ગીતા રબારી ના જ હોઈ છે. તેમણે પણ પતંગ ઉત્સવ નો ભરપૂર આનંદ લીધો. આ સમયે તેઓ ગોગલ્સ અને ઠંડી નો કોટ પહેરેલા જોવા મળ્યા હતા.
આ ઉપરાંત જો વાત ઉર્વશી રાદડીયા અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છિએ કે તેઓ ઘણા લોકપ્રિય સિગર છે. તેમના ગીતો પર લોકો ઘણા જુમે છે. પતંગ ઉત્સવ નો આ ક્રેઝ તેમના પર પણ જોવા મળ્યો. તેઓ અગાસી માં ગીતો ગાતા અને પતંગ ચગાવતા નજરે પડ્યા હતા.
આ યાદીમાં રાજકોટના લોકસાહિત્યકાર દેવાયત ખવડનો પણ સમાવેશ થાય છે તેમણે પણ પતંગ ઉત્સવ નો ભરપૂર આનંદ લીધો સાથો સાથ પોતાના મનની વાત જણાવતા કહ્યું કે હાલમાં રાજકીય પવન સારો છે , મોકો મળશે તો રાજકારણમાં ઝંપલાવીશ.