રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. આખા ભારતમાં વરસાદી માહોલ જોવા મળે છે પરંતુ હાલ થોડા સમયમાં જ વરસાદ વિદાય લે તેવી સંભાવના છે વરસાદી એવા માહોલમાં લોકો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પ્રવાસ કરવા જતા હોય છે ખાસ કરીને ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓ ફરવા માટે જતા હોય છે. પરંતુ આ પહાડી વિસ્તારોમાંથી અને કેવી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. કે જેમાં અનેક લોકોના મોત નીપજતા હોય છે.
એટલે કે ક્યારેક મોટરકાર અથવા તો પ્રવાસીઓની બસ આખે આખી પહાડ ઉપરથી ખીણોમાં ખાબકતી હોય છે. અને અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. એવી જ એક ઘટના ફરી હિમાચલ પ્રદેશના કુલ્લુ માંથી સામે આવે છે. જેમાં એક પ્રવાસી બસ ઊંડી ખાઈમાં ખાબકતા અને સાથે સાત પ્રવાસીઓના મોત નિપજ્યા આ હતા. વધુ વિગતે જાણવા મળ્યું હતું કે ખુલ્લુના ડેપ્યુટી કમિશનરે આ અહેવાલો રજૂ કર્યા હતા.
જેમાં તેને કહ્યું હતું કે રવિવારના રાત્રે 8:30 વાગ્યાની આજુબાજુ 17 મુસાફરોને લઈને એક બસ પહાડ ઉપર જઈ રહી હતી. બસ એ ઘણું બધું ચઢાણ ચડી લીધો હતો. પરંતુ અચાનક બસ ડ્રાઈવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવી બેસ્યા. અને બસ પલટી મારીને ઊંડી ખીણમાં ખાબકી પડી હતી. જેમાં બાદ 17 મુસાફરો પૈકી સાત મુસાફરોના કમ કમાટી ભર્યા મોતની નિપજ્યા હતા. જ્યારે 10 મુસાફરો ઘાયલ થયા હતા.
આ આખી ઘટના હિમાચલ પ્રદેશના કુલુમાં બંજર ઘાટીના કિયાબી વિસ્તારમાં બની હતી. આ ઘટના બનતા સાથે જ આજુબાજુના લોકોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાની જાણ રાહત અને બચાવ કાર્ય ની ટીમને થતા તેઓ તાત્કાલિક આ લોકોને બહાર કાઢવા દોડી આવ્યા હતા. જે બાદ તે લોકોનું સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થવા માટે આવ્યા હતા.
સાથે પોલીસ તંત્ર દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. આમ આ મોટી દુર્ઘટના બનતાની સાથે સાત લોકોના મોત થઈ જતા લોકોમાં ગભરાહટનો માહોલ પેદા થયો હતો. ઉત્તર ભારતમાં આવી અનેક ખીણમાં ખાબકતાની ઘટના સામે આવતી હોય છે. જે દુઃખદ ઘટના ગણી શકાતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!