ભીની આખે ગ્રીષ્માનો પાર્થિવદેહ પંચતત્વમા વિલીન! અંતિમયાત્રા પરિવાર સાથે અનેક લોકો જોડાયા માતા પિતા..
મિત્રો આપણે સૌ પ્રેમ બનાવ ને લઈને અનેક બનાવ જોયા છે કે જે પૈકી અમુક લોકોનો પ્રેમ પૂરો થાય છે જ્યારે અમુક લોકોનો પ્રેમ અધૂરો રહી જાય છે. તેવામાં આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં થોડા સમય પહેલા જ સૂરત માંથી એક ઘણી જ દુઃખદ બનાવ સામે આવ્યો હતો કે જ્યાં એક હેવાન યુવકે માસૂમ યુવતિનિ જાહેરમાં હત્યા કરી હતી.
જો વાત આ હત્યાકાંડ અંગે કરીએ તો આ બનાવ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના નવાગામમાં આવેલા પાસોદરા પાટિયા પાસે આવેલ લક્ષ્મીધામ સોસાયટીનો છે એક ગ્રીષ્માં વૈકરીયા નામની યુવતી રહેતી હતી. કે જેને છેલ્લા ૧ વર્ષથી ફેનિલ પંકજ ગોયાણી નામનો એક તરફી પ્રેમી હેરાન કરતો હતો.
તે દરરોજ યુવતીને હેરાન કરતો તેવામાં એક દિવસ ફેનિલ ગ્રીષ્મા ના ઘરે ગયો અને ત્યાં જઈને તેને હેરાન કરવા લાગ્યો. જો કે ગ્રીષ્મા ના કાકાએ ફેનિલ મેં ઠપકો આપતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા પર ચાકુ વડે હુમલો કર્યો. આ સમયે ગ્રીષ્મા નો ભાઈ કાકા ને બચાવવા જતા ફેનિલે ગ્રીષ્મા ના કાકા અને ભાઈ બંને ને ગંભીર રીતે ઘાયલ કર્યા. ઘટના અંગે જાણ થતાં ગ્રીષ્મા પણ ઘરથી બહાર દોડી આવી.
જે બાદ ફેનિલે તેને પણ બાથ માં લીધી અને જાહેરમાં તેના પરિવાર સાથે આ હેવાન યુવકે માસૂમ ગ્રીષ્મા નું ગળું કાપીને હત્યા કરી નાખી. અને લોકો જોતાં રહી ગયા. હાલમાં ગ્રીષ્માની હત્યા ને લઈને આખા પંથકમા લોકોમા રોષ અને દુઃખની ભાવના છે.
જણાવી દઈએ કે હાલમાં ગ્રીષ્મા ની અંતિમ ક્રિયા કરવામાં આવી છે જણાવી દઈએ કે ગ્રીષ્મા ના પિતા પિતા આફ્રિકા હોવાથી અંતિમ યાત્રામાં મોડું થયું હતું. જ્યારે આજે તેમની અંતિમ યાત્રા નીકળી હતી જણાવી દઈએ કે આ અંતિમ યાત્રા તેમના ઘરેથી 12 કિમી દૂર અશ્વિનીકુમાર સ્મશાન સુધીની હતી.
આ ભાવુક સમયે ગ્રીષ્મા ની અંતિમ યાત્રા માં અનેક લોકો સ્વૈચ્છિક જોડાયા અને સમશાન સુધી ગયા પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે આ અંતિમ યાત્રા નીકળી હતી કે જ્યાં રસ્તામાં સૌ કોઈ બે હાથ જોડીને ગ્રીષ્મા ને અંતિમ વિદાઈ આપી રહ્યા હતા. અંતિમયાત્રામાં રસ્તામાં ઠેર-ઠેર લોકોએ ફૂલોનો વરસાદ કરી શ્રદ્ધાંજલિ પાઠવી. યાત્રામાં જેટલા પણ લોકો હાજર રહ્યા હતા દરેકની આંખમાં ભીની જોવા મળી હતી. અને આવી કરપીણ હત્યા કરનારાને આકરામાં આકરી સજા આપવામાં આવે એવી પણ માગ લોકોએ કરી હતી.