સ્વ.મણિરાજ બારોટ ની પુત્રી રાજલ બારોટે ખરીદી લક્સરીયસ કાર ! પિતા ને યાદ કરી ખાસ, જુઓ ખાસ તસવીરો.
ગુજરાતમાં લોક ડાયરા ના કલાકાર એવા મણીરાજ બારોટ કે જેઓ જ્યારે ડાયરાના કાર્યક્રમો આપતા ત્યારે ચાહકોને મંત્રમુગ્ધ કરી દેતા હતા. પરંતુ પિતાના મૃત્યુ બાદ તેની પુત્રી રાજલ બારોટ પણ એવી જ ગાયક કલાકાર બની ગઈ છે. રાજલ બારોટ ની વાત કરીએ તો રાજલ બારોટે હાલમાં એક લક્ઝરીયસ આલેશાન કાર ખરીદી છે જેના કેટલાય ફોટાઓ સામે આવ્યા છે.
જ્યારે મણીરાજ બારોટ ડાયરા ના કાર્યક્રમમાં કરતા ત્યારે ડાયરાની ખૂબ જ રમઝટ બોલતી હતી. પરંતુ પિતાના મૃત્યુ બાદ રાજલ બારોટ એ ત્રણેય બહેનો ની જવાબદારી ઉઠાવી અને ધામધૂમથી લગ્ન કરાવ્યા અને માતા પિતા બંનેની કમી પૂરી કરી હતી. હાલમાં રાજલ બારોટ એ આલેશાન લક્ઝરીયસ કાર એક્સ યુ વી 700 ખરીદી છે જેની કિંમત 13,25,000 સુધીની હોય છે.
રાજલ બારોટ એ ખરીદેલી લક્ઝરીયસ કારમાં સૌપ્રથમ માતા-પિતાની તસવીરો રાખીને તેમની પૂજા કરી. કાર લેવા માટે રાજલ બારોટની સાથે ત્રણેય બહેનોએ હાજરી આપી હતી અને યાદગાર તસવીરો પડાવી હતી. રાજલ બારોટ દ્વારા અનેક સુપરહિટ ગીતો ગવાયા છે. રાજલ બારોટ એ સૌપ્રથમ વર્ષ 2006 માં ગાવાની શરૂઆત કરી હતી ત્યારે તેઓ માત્ર રૂપિયા 200 એક શો ના લેતા હતા.
રાજલ બારોટ ના સંગીત પ્રેમ વિશે વાત કરીએ તો તેઓ જણાવે છે કે જેમ માછલી માટે પાણીની જરૂરિયાત છે તેવી જ રીતે મારા માટે સંગીત છે. સંગીત વિના હું મારી જાતને અધૂરી સમજુ છું. રાજલ બારોટ સંગીતને માતા સરસ્વતી ની સાધના રૂપે જુએ છે. આમ રાજલ બારોટ એ ખરીદેલી આલિશાન લક્ઝરીયસ કારની તસવીરો જોઈને સૌ કોઈ ચાહકો તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!