India

સાંબર હરણ ચા ની દુકાને આવતા સ્થાનિકો એ કરી ચા-નાસ્તા ની ઓફર હરણે પણ મોજેમોજે લીધી ચા ની ચુસ્કી, જુઓ વિડીયો.

Spread the love

આપણા ભારતમાં અનેક એવા વિસ્તારો છે કે જે જંગલોની ખૂબ જ નજીક આવેલા વિસ્તારો છે. આવા વિસ્તારોમાં કેટલાક માનવ વસવાટ પણ જોવા મળે છે. આવા એવા વિસ્તારો છે કે જ્યાં પ્રવાસીઓનો ઘસારો પણ વધુ જોવા મળતો હોય છે અને પ્રવાસીઓ ખાસ કરીને આવા જંગલ વિસ્તારો ને નિહાળવા આવતા હોય છે. કારણ કે તેમાં અનેક એવા ક્યારેય પણ ન જોયેલા પ્રાણીઓ જોવા મળતા હોય છે અને ક્યારેક પ્રાણીઓ માનવ વસવાટમાં પણ આવી ચડતા હોય છે.

એવો જ એક વિડીયો હાલ ભારતીય વન સેના ના અધિકારી ડોક્ટર સમ્રાટ ગૌડાએ પોતાના ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરેલો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક ચા ની દુકાન ઉપર કેટલાક લોકો ચા નો આનંદ લઇ રહ્યા હોય છે .એવા માં થાય છે એવું કે એક સાંબર હરણ રખડતું ભટકતું આ ચા ની દુકાને આવી જાય છે અને ત્યાં નાસ્તાની વસ્તુઓને હરણ નિહાળી રહ્યું હોય છે.

એવામાં એક વ્યક્તિ આગળ આવે છે અને કોઈ નાસ્તો લઈને હરણની પાસે આવે છે અને હરણને આપવાની કોશિશ કરે છે. હરણ પણ સમજી ગયો આથી હરણ પણ તે ચીજ વસ્તુ ખાદ્ય પદાર્થ લેવા માટે આગળ આવે છે અને તે પોતાના મોઢામાં લઈને તેનો આનંદ લઈ રહ્યું છે. એવામાં બીજો એક વ્યક્તિ આવે છે અને હરણને ચા ની ઓફર કરે છે.

કેટલાક લોકો આગળ આવીને હરણના લાંબા લાંબા અને મોટા મોટા શિંગડાઓ થોભીને ફોટાઓ પણ પડાવતા હોય છે. આમ આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો હોય છે. કારણ કે ક્યારેક જ આવા પ્રાણીઓ માનવ વસવાટ ઉપર આવી ચડતા હોય છે. પરંતુ આવા પ્રાણીઓ માનવ વસાટો પર આવે તે તે માનવો માટે ખરેખર મુશ્કેલી કહેવાય.

કારણ કે ક્યારેક આવા પ્રાણીઓ લોકોને નુકસાન પણ પહોંચાડી દેતા હોય છે. ભારતમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જે જંગલ વિસ્તારની આજુબાજુ માંથી પસાર થતા હોય છે. ક્યારેક જંગલી પ્રાણીઓ રસ્તા ઉપર આવી ચડતા હોવાને કારણે લોકોને અવરજવર માં પણ ભારે હાલાકી નો સામનો કરવો પડતો હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *