ગત રવિવાર ના રોજ મોરબી જિલ્લા માં એક દુઃખદ દુર્ઘટના બની હતી. જેમાં મોરબી માં આવેલ ઝૂલતો પુલ તુટવાના લીધે લગભગ 150 જેટલા લોકો મોત ને ભેટ્યા હતા. જેમાં કેટલાય લોકો ના પરિવાર જનો આ દુર્ઘટના માં મોત ને ભેટતા લોકો નું ઘર વેરવિખેર થયું હતું. મોરબી માં 43-વર્ષ પહેલા વર્ષ 1979 માં એક મોટી હોનારત થઇ હતી. જેમાં મરછુ નદી પર આવેલ ડેમ તૂટવાના લીધે ખુબ મોટી હોનારત થવા પામી હતી. અને તેમાં પણ અનેક લોકો ના ઘરો તબાહ થઇ ચુક્યા હતા.
43-વર્ષ બાદ આ જ નદી માં ફરી પાછી દુર્ઘટના બની. 1979 માં મોરબીમાં જે ભયાનક દુર્ઘટના બની હતી. તેમાં 19 વર્ષની મુમતાજ મકવાણા નામની યુવતી આ હોનારતમાં ભોગ બની હતી. પરંતુ 1979 માં આવેલી હોનારતમાં મુમતાઝ મકવાણા નામની યુવતી 43 વર્ષ પહેલાં બચી ગઈ હતી. જ્યારે તેના લગ્ન 1979 માં થયા હતા ત્યારે તે તેના પતિના સાથે ત્રણ દિવસ છાપરા પર રહી હતી.
અને ત્રણ દિવસ સુધી પાણી ઓસરિયા ત્યાં સુધી રાહ જોઈને ત્રણ દિવસે પોતાનો જીવ બચાવ્યો હતો. આ જ મુમતાજ મકવાણા નામની યુવતી ગત રવિવારે જે પુલ પડવાની દુર્ઘટના બની તે પૂલ પડવાની દુર્ઘટનામાં મુમતાઝ મકવાણા નું મોત નીપજ્યું હતું. એટલે કે મચ્છુ નદીમાં જ 43 વર્ષ બાદ આ યુવતી મૃત્યુ પામી.
મુમતાઝ મકવાણાના દીકરા તારીકે આ બાબતે વાત કરી હતી અને તેને કહ્યું કે તેના માતા-પિતા ખૂબ જ બહાદુર હતા. 1979 માં જે ઘટના બની ત્યારે તેને છાપરા ઉપર બેસીને ત્રણ દિવસ સુધી ત્યાં ને ત્યાં રહ્યા અને પોતાની પાસે રહેલ દુપટ્ટો ફેંકીને તણાઈ રહેલા ચાર લોકોના જીવ પણ બચાવ્યા હતા. આમ 43 વર્ષ બાદ મચ્છુ નદી એ જ આ મુમતાઝ મકવાણા નામની મહિલા નો ભોગ લીધો અને તે મોત નીપજ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!