આજકાલનો જમાનો એવો જમાનો છે કે જેમાં યુવાનો અને યુવતીઓ પોતાની જાતે પોતાના લગ્ન માટેના જીવનસાથી શોધી લેતાહોઈ છે અને ખાસ કરીને એવા કિસ્સાઓ પણ સામે આવતા હોય છે કે ક્યારેક યુવતી તે કોઈ વિદેશી યુવકના પ્રેમમાં પડી જતી હોય છે તો વિદેશી યુવતી ક્યારેક ભારત આવીને ભારતીય યુવાન સાથે લગ્ન કરી લેતી હોય છે એવી જ એક ઘટના સામે આવી છે.
જેમાં અમદાવાદની રહેવાસી ધરતી કે જેને ગુજરાતમાં અભ્યાસ કરીને વારાણસીમાં નોકરી કરવા ગઈ હતી અને ત્યાં પોતાને રેસ્ટોરન્ટ ચલાવતી હતી. રેસ્ટોરન્ટ ચલાવતા સમયે એકવાર તેની મુલાકાત ફ્રાન્સના રોમન નામના યુવક સાથે થઈ હતી કે જે તેની રેસ્ટોરન્ટ ઉપર જ્યારે પણ વારાણસી આવે ત્યારે તે જમવા માટે આવતો હતો આમ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને બંને લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.
ત્યારબાદ બંનેના પરિવારજનો પણ આ લગ્ન સંબંધમાં સહમત થયા અને ફ્રાન્સના યુવાને કાશીમાં આવીને ધરતી સાથે લગ્ન કર્યા હતા. બંને ભારતીય પરંપરા મુજબ લગ્ન કર્યા હતા અને લગ્ન સંબંધમાં જોડાયા બંધાયા હતા. બંને કાશીમાં માર્કંડેય મહાદેવના મંદિરમાં વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બંનેના પરિવારજનોના સભ્ય પણ સામેલ થયા હતા અને બંનેને આશીર્વાદ આપ્યા હતા.
રોમને જણાવ્યું કે સનાતન સંસ્કૃતિમાં લગ્ન એક અતૂટ બંધન છે આ જ કારણે તેને કાશીમાં આવીને લગ્ન કર્યા હતા. બાબા ભોલેનાથ ની નગરી કાશીમાં શરૂ કરવામાં આવેલું કોઈપણ શુભકામ અસફળ થતું નથી અને કહ્યું કે તે પોતાના બિઝનેસ ને મળીને આગળ વધારશે. આ બંનેના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. લગ્ન બાદ બંને ગંગામાં મહા આરતી માં જોડાયા હતા. આમ આવો અનોખો કિસ્સો સામે આવતા આપણને આપણી ભારતીય સંસ્કૃતિ પર ગર્વ પણ થતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!