રવિવાર સાંજના રોજ મોરબી જિલ્લામાં દુઃખદ ઘટના સામે આવી હતી. જે બાદ મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાશોના ઢગલા થઈ ગયા હતા. પરિવારના જનો એમ્બ્યુલન્સમાં લાશોને લાવતા હતા અને લોહી લુહાણ હતી એવામાં એક મુસ્લિમ મહિલાએ માનવતા બતાવી હતી. મોરબીની સિવિલ હોસ્પિટલમાં સેવા આપી રહેલા મુસ્લિમ મહિલા હસીના બહેન લાડકા ની સેવા સાંભળીને તમે પણ કરશો સલામ.
જ્યારે સિવિલ હોસ્પિટલમાં એક પછી એક દર્દીઓ આવવા લાગ્યા ત્યારે હસીના બહેન સિવિલ હોસ્પિટલમાં સેવા અર્થે દોડી આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને એમ્બ્યુલન્સ માંથી ઉતારીના સ્ટ્રેચર ઉપર લઈ જવા અને ત્યાં વોર્ડમાં લઈ જવા તે બધી માહિતી ભેગી કરી રાખતા હતા અને જેવા દર્દીઓ આવે કે તેને તરત જ ખસેડતા હતા.
મૃતદેહોની ઓળખ કરાવવાની, ફોર્મ ભરવાનું, પંચનામુ કરવાની તમામ સેવા તે પરિવાર પરિવાર સાથે ઉભા રહીને કરતા હતા. જ્યારે મૃતદેહો એટલા બધા લોહી લુહાણ હતા કે કોઈ તેના પાસે પણ જતું ન હતું ત્યારે એવા મૃતદેહોને વ્યવસ્થિત રીતે સાફ કરીને તેના પરિવારને ઓળખ કરાવીને મૃતદેહો ને પરિવાર સુધી પહોંચાડવાની કામગીરી આ મુસ્લિમ મહિલાએ કરી હતી.
દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં મહિલાએ જણાવ્યું હતું કે ધર્મ ભલે અલગ હોય પરંતુ ભગવાન બધાના એક જ છે તેને હિન્દુ કે મુસ્લિમ એવું કોઈ ધર્મ જોયો ન હતો અને 24 કલાક સુધી માત્ર પાણી ઉપર રહીને 136 જેટલા મૃતદેહોને ખડે પગે રહીને હોસ્પિટલથી પરિવાર સુધી પહોંચાડવાની ખરી સેવા બતાવી હતી. તેને કહ્યું કે જ્યારે તેને નમાજ પડવા ઘરે જવું હતું ત્યારે તે ઘરે પણ ગયા ન હતા અને હોસ્પિટલમાં જ દુવા માંગીને કામે લાગી ગયા હતા. આમ આ મહિલાને કામગીરીને અને તેના કામને ખરેખર સલામ છે. કોઈપણ નાત જાત ભૂલ્યા વગર બધાને સેવા તેને નિસ્વાર્થ ભાવે કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!